ખનિજ વિભાગે ઐતિહાસિક રીતે દંડ વસૂલી કામગીરી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા રેતી, પથ્થર, માટી, કોલસો સહિતનું ખનિજ અહી બેરોકટોક ચાલે છે જેમાં અગાઉના ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટ દ્વારા અચાનક રાજીનામું ધરી દીધા બાદ અંતે મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેરને સુરેન્દ્રનગર જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો જેમાં કેટલાક અંશે જગદીશ વાઢેર પણ નીરવ બારોટના પંથે ચાલીને ખનિજ માફીયાઓ પર તવાઈ બોલાવી હતી. જેમાં છેલ્લા એક મહિનામાં ગેરકાયદે ખનન અંગેના 4, વાહનમાં ખનિજ ભરેલના 78, ખનિજ સંગ્રહ કરવાના 1 સહિત કુલ 83 કેશ કરી કુલ 191 લાખ રૂપિયાનો દંડ વાસુલ્યો હતો આ પ્રકારે ખનિજ વિભાગ દ્વારા એક મહિનામાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીદો રૂપિયાનો દંડ વસૂલતા જિલ્લા સરકારી તંત્રની તિજોરી છલકાઈ હતી.