ઈસરોના 100માં મીશનમાં છોડાયેલો ઉપગ્રહ યોગ્ય ભ્રમણકક્ષામાં જતો નથી
દેશની સ્વતંત્ર નેવીગેશન સીસ્ટમ ઉભી કરવા છોડાયેલા બીજા ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાની ઉંચાઈએ મુકતા થ્રટલ કામ કરતા નથી : વૈકલ્પિક ઉપાયો અજમાવાશે
હાલની ગુગલ નેવીગેશન સીસ્ટમના સ્થાને આપણી ઘરેલુ ‘નાવીક’ નેવીગેશન સીસ્ટમના આગમનને મોટો ફટકો પડયો છે. ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ તા.29 જાન્યુ.ના આ ‘નાવીક’ સીસ્ટમમાં જે જીએસએસવી-એફ15 મારફત એનવીએસ-02 ઉપગ્રહ છોડયો હતો તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં ટેકનીકલ ક્ષતિ ઉપસ્થિત થઈ છે.
- Advertisement -
ઈસરોના 100માં લોન્ચીંગના ભાગરૂપે આ ઉપગ્રહને મોકલવામાં આવ્યો હતો. ટેકનીકલ ક્ષતિના કારણે આ ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાં નિર્વાચીત સ્થાને સ્થાપીત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપગ્રહને રવાના કર્યા બાદ તેની સોલાર પેનલ યોગ્ય રીતે ખુલી હતી અને પાવર જનરેશન પણ યોગ્ય રીતે શરૂ થયુ હતું પણ તેને પૃથ્વીની ભ્રમણકક્ષાએ સ્થાપીત કરવા તેને ભ્રમણકક્ષા ભણી લઈ જવા તે રીતે યોગ્ય ઉંચાઈએ લઈ જવાની કામગીરી કરવાની છે.
તેમાં પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રક્રિયા માટે તેને ધકકો આપવા માટે ઓકસીડાઈઝરને ફાયર કરવાના હોય છે તે યોગ્ય રીતે થયા નથી. જો કે ઉપગ્રહ યોગ્ય રીતે તરે છે અને હવે તેને ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવા જે વૈકલ્પિક વ્યવસ્થા છે તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપગ્રહ હાલ જે તા.29ના રોજ જયાં તરતો મુકાયો હતો તે જ પોઝીશનમાં છે અને હવે તેને ઉંચાઈ અને યોગ્ય ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવા તેના એન્જીનનો ઉપયોગ કરવાની તૈયારી છે. આ ઉપગ્રહમાં કેન્દ્રની સ્વતંત્ર નેવીગેશન સીસ્ટમ ઉભી કરવાની કામગીરીનો એક ભાગ છે જે પાંચ ઉપગ્રહોની શ્રેણીનો બીજો ઉપગ્રહ છે. પ્રથમ ઉપગ્રહ 2023માં તરતો મુકાયો છે તે યોગ્ય રીતે કામ કરે છે.