ચૂંટણી ટાંણે પંચેશ્ર્વર વિસ્તારમાં દેશી દારૂના પીઠા પર પોલીસ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાના આદેશ અનુસાર શહેર અને જિલ્લામાં ગેરકાયદે દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કડક હાથે કામગીરી કરવા સૂચના મળતા એએસપી હર્ષ શર્મા અને એ.ડિવિઝન પોલીસના પીઆઇ બી.બી.કોળી અને પીએસઆઇ એ.એ.પરમાર સહીત પોલીસ કાફલો પંચેશ્વર વિસ્તારમાં દેશી દારૂના પીઠા પર ત્રાટકી હતી અને 1.57 લાખનો દેશી દારૂનો 6 હજાર લીટર આથા સાથે મુદામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
પંચેશ્વર વિસ્તારના લીસ્ટેટ બુટલેગર કાળુ પરબતભાઇ કરમટાએ પાંચેશ્વરવી સ્તારમા નદીના વોકળાની સામે કાઠે જમીનમાાં દાટેલ બેરલો નંગ-30 માં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર 6000 જેની ડક.રૂ 1,50,000 તથા દારૂનો આથો રાખેલ બેરલોનંગ-36 મળી જેની કિમંત રૂ 7200 મળી કુલ મુદામાલ કુલ.રૂ 1,57,200 આવેલ અને દેશી દારૂના બનાવવાના મુદામાલ ને સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો જયારે આ દેશી દારૂની રેઇડમાં લીસ્ટેટ બુટલેગર કાળુ પરબત કરમટા હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ એ.ડિવિઝનમાં ગુનો નોંધી પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.