જિલ્લામાં 219568 હેક્ટરમાં શિયાળું પાકનું વાવેતર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં જાન્યુઆરી માસમાં ઠંડી ન પડતા ઉનાળા જેવી ગરમી પડી રહી છે. ઠંડી ન પડતા 219568 હેક્ટરમાં વાવેલા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. ત્યારે ચોમાસામાં માવઠાના મારથી ઊભા થતા ખેડૂતોને અસર થઇ રહી છે. ત્યારે આગામી 2થી 5 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ત્યારે શિયાળુ પાકને માવઠુ થાય તો નુકસાન થવાની ભીતિ છે.
સામાન્ય પણે શિયાળાની ઋતુમાં જાન્યુઆરી મહિનો એ કડકડતી ઠંડીવાળો મહિનો હોય છે. જેમાં હાડ થીજાવતી ઠંડી પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોસમનો મિજાજ ફરી બદલાઇ રહ્યો છે. હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને લઇ તથા ગુજરાતમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભરશિયાળે જાન્યુઆરીમાં ઉનાળા જેવી ગરમીની અસર વર્તાઇ રહી છે. હાલ શિયાળુ પાક ઊગવામાં હોઇ ગરમી પડતા જિલ્લામાં 219568 હેક્ટરમાં વાવેલા ચણા, જીરૂ, ઘઉં સહિતના શિયાળુ પાકને અસર થઇ રહી છે. મોસમ વિભાગ દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તા.2, 3, 4 માવઠાની આગાહી કરાઇ છે. ત્યારે ચોમાસુ પાક માવઠાના કારણે નિષ્ફળ ગયા બાદ ઘણી આશાએ વાવેતર કરવામાં આવેલા શિયાળુ પાકને પણ નુકસાન પહોંચાડે તેવી ભીતિ છે. પિયત આપવું ઓછુ કરવું, પાણી નિકાલની વ્યવસ્થા કરવી નિવૃત્ત ખેતીવાડી અધિકારી જનકભાઇ કલોત્રાએ જણાવ્યું કે, જો વરસાદ પડે તો સૌથી વધુ અસર જીરૂના પાકને થાય. હાલ જે આગોતરું વાવેતર થયું હોય તે નીકળી ગયું હશે પણ જે પાછોતરું વાવેતરર થયું તેમાં વરસાદ થાય તો જીરૂમાં ભેજ લાગે ભેજથી ફૂગ લાગે, ઘઉના પાકને નુકસાન થાય. નીચે પાણી મળે તો ગ્રોથ થાય ઉપર પાણી પડે તો ગ્રોથ ન થાય શાકભાજીને પણ નુકસાન થાય અને ભેજવાળુ વાતાવરણ વધતા ચણાના પાકમાં જીવાતો જેવી કે ઇયળો જીવાત થતા અસર થાય પાક બચાવાવા મોસમ મુજબ પિયત બંધ કરવું પડે. વરસાદ પડે તો પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરીને રાખવી જોઇએ.



