ધો.5ના છાત્રએ દસ દિવસ પૂર્વે ખેલ મહાકુંભમાં મેદાન માર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ જસદણ
જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશમિકાંતભાઈ દવે ઉ.11ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
- Advertisement -
જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જસદણના જંગવડ ગામે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી હેતાંશ દવેએ દસ દિવસ પહેલા ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન માર્યું હતું અચનાક 11 વર્ષીય હેતાંશને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ હેતાંશને મૃત જાહેર કર્યો હતો નાની ઉંમર બાળકના હૃદય રોગના હુમલાથી મોતના કારણે વિપ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.



