જ્યાં સુધી તબીબ પર બેદરકારીનો ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશનો અસ્વીકાર: પરિવાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે વારંવાર તબીબની બેદરકારી સામે આવી રહી છે જેમાં અગાઉ પણ થાનગઢના માં ચામુંડા હોસ્પિટલ દ્વારા વાગડીયા ગામની પ્રસૂતાને દિલાવર સમયે તબીબની બેદરકારીના લીધે મહિલા મરણ જીવન વચ્ચે જોલા ખાઈ રહી હતી જે બાદ ફરી એક વખત થાનગઢના સરકારી હોસ્પીટલ ખાતે મહિલાઓની નસબંધી અંગેના ઓપરેશનમાં 25 વર્ષીય કંચનબેન બાબુભાઈ પરમારનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે જેમાં 23 જાન્યુઆરીના રોજ બપોરના સમયે થાનગઢ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા કંકુબેન પરમારને નસબંધી અંગેનું ઓપરેશન કરવા માટે સરકારી હોસ્પીટલ ખાતે ગયા હતા જ્યાં અગાઉ સાતેક મહિલાઓના ઓપરેશન બાદ કંકુબેન પરમારને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય બાદ તુરંત મહિલાને બહાર લાવી ઇમરજન્સી રૂમ ખાતે લઈ જઈ આશરે અડધી કલાક જેટલા સમય સુધી પરિવારને જાણ કર્યા વગર મહિલાની સારવાર શરૂ રાખી હતી જ્યારે મહિલાના પરિવારજનો દ્વારા ઇમરજન્સી રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે જાણ થઈ હતી કે મહિલાનું મોત થયું છે
- Advertisement -
જેને લઇ તબીબે મહિલાનું હૃદય બેસી ગયું હોવાની વાત કરી ત્યાંથી નાશી ગયા હતા આ બાદ મૃતકના પરિવારજનો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં પોલીસને જન કરતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી એ. ડી દાખલ કરી મહિલાની લાશને પીમેમ અર્થે રાજકોટ મોકલી હતી જ્યાં શુક્રવારે પીએમ પૂર્ણ થયા બાદ મૃતક મહિલાના પરિવારજનો દ્વારા લાશનો અસ્વીકાર કરતા મામલો બિચકયો હતો જેમાં મૃતકના પરિવારજનોનો આક્ષેપ હતો કે સર્જરી કરનાર તબીબ દ્વારા બેદરકારી દાખવવા બદલ મહિલાનું મોત થયું છે જેથી તબીબ વિરૂદ્ધ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવે ત્યારબાદ જ લાશ સ્વીકારવાનું જણાવ્યું હતું આ તરફ લીમડી ડિવિઝનના ડીવાયએસપી તથા પીઆઇ રાજકોટ ખાતે મૃતકના પરિવારને સમજાવવા માટે દોડી ગયા હતા જેમાં કલાકો સીધી પ્રયત્ન કર્યા બાદ પણ મોડી રાત્રી સુધી પરિવારે લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.