પ્રજાસત્તાક દિવસ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 942 જવાનોને એવોર્ડથી સન્માનિત કરાશે. પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારા સેવાઓના કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા છે. આ મેડલમાં 95 શૌર્ય મેડલ સામેલ છે.
આ જવાનોને મળશે વીરતા પુરસ્કાર
- Advertisement -
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર, હોમગાર્ડ્સ અને નાગરિક સુરક્ષા કર્મચારીઓ અને સુધાર સેવાઓમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. વીરતા પુરસ્કાર વિજેતાઓમાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં તૈનાત 28 જવાનો, જમ્મુ કાશ્મીરમાં તેનાત 28, પૂર્વોત્તરમાં 3 અને અન્ય વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 36 જવાનોને તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 85 પોલીસ કર્મચારીઓ, 5 અગ્નિશામક સેવા કર્મચારીઓ , 7 નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડ સેવા અને 4 સુધાર સેવા પુરસ્કાર આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મેડલ અને પદક પુરસ્કારથી સન્માનિત જવાનોને 6 હજાર પ્રતિ મહિના આપવામાં આવે છે.
અહીં જુઓ આખી લિસ્ટ – https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2096015
- Advertisement -
કોને આપવામાં આવે છે વીરતા પુરસ્કાર
વીરતા મેડલ (GM) એ જવાનોની અદભૂત કામગીરી કે જેમાં જીવન અને સંપત્તિના રક્ષણ, ગુનાને રોકવા અથવા ગુનેગારોની ધરપકડ સાથે સંકળાયેલી બહાદુરીની કામગીરી માટે આપવામાં આવે છે. જેમાં જે તે કામગીરીમાં અધિકારીની જવાબદારીઓ અને ફરજો અનુસાર જોખમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચંદ્રક વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. પ્રશંસનીય કામગીરી માટે મેડલ સંસાધન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણમાં તેમની વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવે છે.