રથયાત્રામાં સંતો-મહંતોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લાં 12 વર્ષથી શ્રી દશનામ ગોસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા દેવાધિદેવ મહાદેવ શિવની આરાધના કરવા માટે અને મહાદેવના ગુણગાન ગાવા માટે ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને આખા રાજકોટ નગરની ભગવામય બનાવી દેવા માટે આ વખતે પણ સતત તેરમા વર્ષે શિવ રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. દેવાધિદેવ મહાદેવની સવારીમાં ઘોડા, હાથી અને ઊંટનો કાફલો તો હશે જ, તે ઉપરાંત અવનવા ધાર્મિક તેમજ સામાજિક મહત્ત્વ સમજાવતા ફ્લોટ્સ પણ હશે. હજારોની સંખ્યામાં બાઈક લઈને યુવાનો હર-હર મહાદેવના નાદ સાથે મહાદેવની યાત્રામાં જુસ્સો અને જોમ ભરી દેશે. સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ વાતાવરણને ધાર્મિક બનાવી દેશે. દિવ્ય રથયાત્રામાં બાર જ્યોર્તિર્લિંગમાં છેલ્લું જ્યોર્તિર્લિંગ ધુશ્મેશ્ર્વર જ્યોર્તિર્લિંગ રૂપે મુખ્ય રથમાં બિરાજમાન થશે. સનાતન ધર્મ શિવ રથયાત્રાનું આયોજન શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવે છે. જેના ભાગરૂપે શિવ રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન તા. 26-1 ને રવિવારે સાંજે 5-00 વાગ્યે શ્રી ભગતસિંહ કોમ્પલેક્સ, સુતા હનુમાનજી મંદિરની સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે. શહેરની ધર્મપ્રેમી જનતાને આ ધર્મકાર્યમાં જોડાવા માટે તેમજ કાર્યાલય ઉદ્ઘાટનમાં પધારવા દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ શિવ રથયાત્રા સમિતિએ આમંત્રણ પાઠવ્યું છે.
- Advertisement -
શિવ રથયાત્રાનો રૂટ બપોરે 1-30 કલાકે સુતા હનુમાનજી કોઠારીયા રોડ, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, નાગરિક બેંક ચોક, મક્કમ ચોક, ગોંડલ રોડ, માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, અકિલા ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મહાદેવ, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સમાપન થશે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા ધર્મેન્દ્રગિરી ચતુરગિરી, ગૌતમગિરી ચમનગિરી, સુરેશગિરી શાંતિગિરી, જૈનિસભારથી મુકેશભારથી, ભાવેશગિરી નટવરગિરી, ગૌરવભારથી વિજયાભારથી, રૂષિતગિરી રાજુગિરી, પ્રતિકગિરી કમલેશગિરી, કૈલાસગિરી હંસગિરી, અમિતગિરી રાજેશગિરી, અક્ષાંશગિરી હસુગિરી, હરેશભારથી હસમુખભારથી, જીગ્નેશગિરી જેન્તીગિરી તમામે જણાવ્યું હતું.