ગુજરાત સરકારે ગણિતમાં વિકલ્પ આપ્યાના ચાર વર્ષમાં મોટો તફાવત
ચાલુ વર્ષે બેઝિક ગણિતના 784078 વિદ્યાર્થીઓ સામે સ્ટાર્ન્ડડ મેથ્સના માત્ર 61314
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકારે ગણિતમાં વિકલ્પ આપ્યાના ચાર વર્ષમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય તેમ સ્ટાર્ન્ડડ ગણિતની પસંદગી કરનારાઓની સંખ્યા ઘટી છે. જયારે બેઝિક ગણિતની સંખ્યા વધી છે. વિદ્યાર્થીઓને ઘણા અંશે મેથ્સ (ગણિત)માં તકલીફ પડતી હોય છે.ગુજરાતમાં 2021-22 થી રાજય સરકારે સ્ટાર્ન્ડડ મેથ્સ અને બેઝીક મેથ્સનાં વિકલ્પ આપવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓમાં સરળ એવા બેઝીક મેથ્સનો વિકલ્પ અજમાવવાનો ચિંતાજનક ટ્રેન્ડ રહ્યો છે. આગામી મહિને યોજાનારી ધો.10 ની બોર્ડ પરીક્ષામાં અઘરૂ સ્ટાર્ન્ડડ મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા માંડ 50,000 થી વધુ થાય છે. જયારે સરળ બેઝીક મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓ 1.84 લાખથી વધુ છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે ચાર વર્ષ પુર્વે મેથ્સમાં વિકલ્પ આપવાનું શરૂ કર્યું છે. ત્યારે પ્રથમ વર્ષે 1,10,797 વિદ્યાર્થીઓએ સ્ટાર્ન્ડડ મેથ્સ રાખ્યુ હતું અને 670355 એ બેઝીક મેથ્સ પસંદ કર્યુ હતું.2024-25 ના વર્તમાન શૈક્ષણીક વર્ષમાં સ્ટાર્ન્ડડ મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61314 રહી છે જે ચાર વર્ષમાં પૂર્વેની સંખ્યા કરતા 45 ટકા ઓસરી છે. બીજી તરફ બેઝીક મેથ્સ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1.23 લાખ વધીને 784078 થઈ છે જે 17 ટકાનો વધારો સુચવે છે. શિક્ષણશાસ્ત્રીઓએ આ ટ્રેન્ડ સામે લાલબતી ધરી છે એન્જીનીયરીંગ, આર્કીટેકટ તથા અન્ય ઉચ્ચ શિક્ષણમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ બનવાનું ચિંતાજનક છે. ગુજરાત શિક્ષણ બોર્ડનાં પૂર્વ ચેરમેન હસમુખ હિંગુએ જણાવ્યું હતું કે મેથ્સમાં પાયાનું શિક્ષણ નબળુ રહેવાને કારણે વિદ્યાર્થીઓમાં મેથ્સ ફેબિયા ઉદભવી રહ્યો છે. પ્રવર્તમાન ચિંતાજનક ટ્રેન્ડ બદલાવો હોય તો ગણીતનું પાયાનું શિક્ષણ મજબુત કરવુ પડશે. મારા કાર્યકાળ દરમ્યાન ગણીતમાં અંદાજીત 4 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા. હવે ગણીતમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે તેનું કારણ વિકલ્પ છે. વિકલ્પ છતાં નાપાસ થતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉંચી જ ગણી શકાય.
શિક્ષણ નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ગણિત વિશે વિદ્યાર્થીઓમાં ડર દુર કરવા સમાજે પણ ભાગ ભજવવો પડશે એટલુ જ નહિં ગણિતમાં રૂચી સર્જવા માટે શિક્ષણ રસપ્રદ બને તેવા પ્રયાસો કરવા જોઈએ એવુ પણ ધ્યાનમાં આવ્યુ છે કે સ્કુલો જ વિદ્યાર્થીઓને બેઝીક મેથ્સ પસંદ કરવા આગ્રહ કરે છે. સ્ટાર્ન્ડડ મેથ્સ માટે પ્રોત્સાહન આપવામાં આવતું નથી. સ્કુલોની સરેરાશ પરીણામ સારૂ આવે તે માટે સંચાલકોની આપી સ્ટ્રેટેજી હોય છે.
- Advertisement -
શિક્ષકોએ પણ એવો સુર દર્શાવ્યો હતો કે મેથ્સ વિશે વિદ્યાર્થીઓમાં ડર દુર કરવાની ખાસ જરૂર છે. મેથ્સ ફેબિયા દુર ન થવાના સંજોગોમાં એન્જનીયરીંગ સહીતનાં ક્ષેત્રોનાં ઉચ્ચ અભ્યાસક્રમો પ્રભાવીત થઈ શકે છે.વાસ્તવમાં મેથ્સ સૌથી સરળ અને સ્કોરીંગ વિષય છે. જેમાં વિદ્યાર્થીને પુરેપુરા માર્કસ મળી શકે છે. આગળના અભ્યાસ માટે વિજ્ઞાન પ્રવાહમાં જવુ ન હોય તો બેઝીક મેથ્સ યોગ્ય છે. મેથ્સ ભણાવવાની ટેકનીકમાં જ બદલાવની જરૂર છે.વિદ્યાર્થીઓમાં રસ-રૂચી કેળવાય તેવી રીતે મેથ્સ ભણાવવાની જરૂર છે.