હુમલાખોરોએ ઘરની બહાર ગોળી મારી, ઇઝરાયલ પર હત્યાનો આરોપ
ખાસ-ખબર ન્યૂઝલેબનન, તા.23
લેબનનમાં હિઝબુલ્લાહના ટોપ લીડર શેખ મુહમ્મદ અલી હમાદીની મંગળવારે હત્યા કરવામાં આવી હતી. તે બેકા વેલીમાં તેના ઘરની બહાર ઊભા હતા ત્યારે બે ગાડીમાં આવેલા આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો.
- Advertisement -
આ હુમલામાં હમાદીને ઘણી ગોળી વાગી હતી. આ પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. ફાયરિંગ કર્યા પછી અજાણ્યા હુમલાખોરો ભાગી ગયા હતા, સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.
હમાદીની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ હજુ સુધી કોઈએ તેની જવાબદારી લીધી નથી. આ હત્યા રાજકીય નથી, પરંતુ ચાર વર્ષ જૂનો પારિવારિક વિવાદ તેનું કારણ હોઈ શકે છે. તેમજ, કેટલાક અહેવાલોમાં આ હત્યા પાછળ ઇઝરાયલનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હમાદીની હત્યા બાદ લેબનીઝ સુરક્ષા દળોએ તેની તપાસ શરૂ કરી છે. તેમજ, હિઝબુલ્લાએ હજી સુધી હત્યા વિશે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યુ નથી.
આ હત્યા એવા સમયે થઈ છે જ્યારે હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે લેબનોનમાં સીઝફાયર પુર્ણ થવા જઈ રહ્યું છે. 27 નવેમ્બરના રોજ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસના સીઝફાયર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ડીલ 25 જાન્યુઆરી, 2025ના રોજ પુરી થાય છે. આ સીઝફાયરને લંબાવવા માટે વાતચીત ચાલી રહી છે.
ઋઇઈં ઘણા સમયથી હમાદીને શોધી રહી હતી. તે 1985માં પશ્ર્ચિમ જર્મનીના વિમાનને હાઇજેક કરવા મામલે વોન્ટેડ હતો. 13 ઓક્ટોબર, 1985ના રોજ પેલેસ્ટાઈન લિબરેશન આર્મી (ઙકઅ)ના ચાર આતંકવાદીઓએ પશ્ર્ચિમ જર્મનીથી ઉડતી અમેરિકન ’ઝઠઅ ફ્લાઈટ 847’નું હાઈજેક કર્યું હતું. આ વિમાનમાં 148 મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા.
આ પ્લેનને ગ્રીસમાં હાઇજેક કરવામાં આવ્યું હતું અને પછી લેબેનનના બેરૂૂતમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ અમેરિકા અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવી લીધા હતા. તેઓ ઇઝરાયલની કેદમાંથી પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ યુએસ નેવી ઓફિસરની હત્યા કરી હતી અને તેને પ્લેનમાંથી નીચે ફેંકી દીધો હતો. તેને વિશ્ર્વનું સૌથી લાંબુ એરક્રાફ્ટ હાઇજેક માનવામાં આવે છે. આ 17 દિવસ સુધી ચાલ્યું હતું.