ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
સિદ્ધિ સોપાન છ રી પાલીત સંઘ નો પાલીતાણામાં દબદબા ભેર પ્રવેશ થયો મુંબઈ ના કાંદીવલીના અને મૂળ કચ્છ ના રહેવાસી સુશીલાબેન મુકેશભાઈ વસનજી મારુ સમગ્ર પરિવાર દ્વારા સોનગઢ થી સિદ્ધાચલ ગીરીરાજ ના છ રી પાલીત સંઘ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેનાઆચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ આચાર્યશ્રી વિજય નયવર્ધનસુરીશ્વરજી મહારાજ સાહેબ શુભ નીશ્રામા કર્યું હતું.
તારિખ 18 1 2025 એ સોનગઢથી ગુણોદય ધામમાં સહુ યાત્રીકો પધાર્યા હતા ત્યા 108 પાશ્વનાથ પ્રભુની ભક્તિ આરાધના કરી હતી તારીખ 19 1 2025 ના પ્રભાતે ઢોલ નગારા અને બેન્ડવાજા ના મંગલ જ્યારે સંઘનું પ્રયાણ થયું ત્યારે વાતાવરણ ઊર્મિ ભર્યું બન્યું હતું રાજેન્દ્ર ધામ અને અઢીદીપ ના મુકામો કરીને તારીખ 21 1 2025 ના પાલીતાણા માં નગર પ્રવેશ થયો
- Advertisement -
અત્યારે જય જય શ્રી આદિનાથ ના જય ઘોષ સાથે વાતાવરણ જોવા મળ્યું હતું આણંદ જી કલ્યાણજી પેઢી સન્માન વીધી થતા ખૂબ દબદબા ભેર સંઘનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો 500 થી 700 યાત્રિકો અને અતિથિ ઓ થી શોભી ઉઠેલ સંઘના પ્રવેશોત્સવમાં હાથી ઘોડા બગીઓ મંડળીઓ વિવિધ બેન્ડ જેવી શોભાયમાન સામગ્રીઓ હતી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનો પ્રવેશના પ્રસંગે આચાર્ય શ્રી કીર્તીયશ સુરીશ્વરજી આચાર્ય શ્રી દિવ્ય પુણ્ય કીર્તિ સુરીશ્વરજી મહારાજ વિશાળ શ્રમણ શ્રમણી વૃંદ પણ પધાર્યા હતા સંઘનો પડાવ મહારાષ્ટ્ર ભવન માં તારીખ 22 1 2025 ના રોજ સંઘની માળ ઉપર દાદાના દરબારમાં થશે.