મૂળીમાં મેઇન બજાર સહિતમાં સાફ સફાઇ શરૂ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી મૂળી ખાતે યોજાનાર છે. ત્યારે તૈયારીના ભાગરૂપે હાલ મૂળી હાઇવે પર આવેલા મેદાનમાં મંડપ બાંધવા સહિત મેઇન બજાર સહિત સફાઇ અને મંડપ સહિત તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
સાથે જ વિવિધ સરકારી ઈમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ-સફાઈ, ફાયર, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, ટેબ્લો નિદર્શન સહિતના આયોજન કરાયું છે. મૂળી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ સાથે વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે તે રીતે વિશેષ સાંસ્કૃતિક કૃતિ પણ રજૂ થશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.