સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિશેષ વ્યાખ્યાનમાળા યોજાઇ
75 વર્ષની બંધારણની યાત્રા વિશે મનનીય વક્તવ્ય યોજાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.22
ભારત આજે શક્તિશાળી બની રહ્યું છે તેની પાછળ બંધારણની સશક્તતા રહેલી છે – અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરભાઇ મકવાણા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી : એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વિશેષ વ્યાખ્યાનમાળા યોજાઇ હતી.
આ વિશેષ વ્યાખ્યામાળામાં અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરભાઇ મકવાણા અને જાણીતા લેખિકા રસિકબા કેસરિયાએ પોતાના મનનીય વ્યક્તવ્ય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતાં. અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરભાઇ મકવાણાએ 75 વર્ષની બંધારણની યાત્રા વિશે વ્યક્તવ્ય આપતાં જણાવ્યું કે, ભારત આજે શક્તિશાળી બની રહ્યું છે તેની પાછળ બંધારણની સશક્તતા રહેલી છે. બંધારણમાં રહેલી આ શક્તિને કારણે આજ સુધી તેમાં કોઇ ફેરફાર કરી શકાયો નથી. તેવી ચુસ્તતા બંધારણ ઘડવૈયાઓએ દાખવેલી છે.