ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશ અને ડેપ્યુટી કમિશનર ડી.જે.જાડેજાની સૂચના અને આસી.કમિશનર (ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેર દીવાન ચોક વિસ્તારમાં આવેલ પંજાબ નેશનલ બેંકને ગંદકી સબબ નો રૂ. 5 હજાર દંડ ફટકારવામાં આવેલ જૂનાગઢ તમામ વિસ્તાર માંથી પાનના ગલ્લા તેમજ જાહેરમાં કચરો ઠાલવનારા આસામીઓને ગંદકી કરવા સબબ અગાઉ પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ પણ અપીલ કરવામ આવેલ અને ફરીથી અપીલ કરવામાં આવે છે કે, ગંદકી અને કચરો જાહેરમાં કે રસ્તા પર ફેંકવો નહિ ડસ્ટબિનમાં રાખવા તેમજ ડોર ટુ ડોર વાહનમાં સુકો ભીનો અલગ રાખી આપવા વિનંતી કરવામાં આવે છે.
જૂનાગઢમાં દીવાનચોક સ્થિત પંજાબ નેશનલ બેંકને જાહેરમાં કચરો કરતાં 5 હજારનો દંડ
