ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની આડમાં હજના રૂપિયા ચાઉં કરી ગયો હતો
જામનગર જિલ્લા જેલમાં મોકલી આપતી પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
રાજ્યભરમાં વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને દબોચી લેવાની સૂચના અન્વયે અમદાવાદની ઇસનપૂર પોલીસે જામનગરમાં હજના નામે છેતરપિંડી કરી સજા પડ્યા બાદ નાસી છૂટેલા આરોપીને દબોચી લઈ જામનગર જેલ ભેગો કરી દીધો છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર ડો.રવી મોહન સૈની તથા એસીપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના અંતર્ગત ઇસનપૂર પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ.જાડેજાના માર્ગદર્શન હેઠળ સુર્યનગર પોલીસ ચોકી ઇન્ચાર્જ પીએસઆઈ આઈ.એસ.પઠાણ તથા સ્ટાફના માણસોએ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ વરજાંગભાઈ ગોવિંદભાઈ તથા યોગેશકુમાર નટવરભાઈને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સપોર્ટ આધારે બાતમી મળી હતી કે 2013માં ફરીયાદીઓ પાસેથી હજ કરવા માટે 5,25,000ની રકમ લઈ હજ કરવા નહી મોકલી જે રકમના ફરીયાદી નાઓને ચેક આપી ઓફીસ બંધ કરી ભાગી ગયેલ હોય જેઓને જ્યુડીશીયલ મેજી.ફ.ક. કોર્ટ જામ ખંભાળીયા નાઓએ ફોજદારી કેસ નં-54/2016થી કેસ ચાલી જતાં આરોપીઓને 10 માસની કેદ તથા ચેકની રકમ 5,25,000/- ભરપાઈ કરવાની સજા કરેલ હોય જે આરોપી છેલ્લા બે વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારૂ ભાગતા ફરતા આરોપી ગુલામમુસ્તુફા અબ્દુલરહીમ શેખને દબોચી લઈ જામનગર જીલ્લા જેલ ખાતે કેદ રહેવા પોલીસ જાપ્તા સાથે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.