મહંત જયરામદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલય ખૂલ્લું મૂક્યુ: ધારાસભ્ય જીતુ સોમાણી સહિત રઘુવંશી અગ્રણીઓ ઉમટી પડ્યા
મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું યોજાશે: શનિવારે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગૌરક્ષક-ધર્મરક્ષક વીરદાદા જશરાજ શૌર્ય દિનની ઉજવણી રઘુવંશી જ્ઞાતિઓ દર વર્ષે ઉજવે છે ત્યારે આગામી તારીખ 22 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ પરમ પૂજ્ય વીર દાદા જસરાજજી 967મી પુણ્યતિથિ નિમિત્તે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વીરદાદા જશરાજ નગર રેસકોર્સ મેદાન ખાતે જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમાજના તમામ વર્ગના લોકો, સંસ્થા, મંડળોને એક તાંતણે બાંધી, અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે.
- Advertisement -
જ્ઞાતિજનોની કાર્યક્ષમતા પ્રમાણે કાર્યની વહેંચણી થઇ શકે તેમજ સમાજના વડીલો,તેમજ આગેવાનોના માર્ગદર્શન મળી રહે અને સમઞ્ર સમાજ એક પંગતમાં મહાપ્રસાદનો લાભ લઇ શકે તે માટે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા. 5 જાન્યુઆરીને રવિવારના રોજ પરમ પૂજ્ય મહંત જયરામદાસજી મહારાજના વરદ હસ્તે જાગનાથ મંદિર ચોક, યાજ્ઞિક રોડ ખાતે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયરામદાસજી મહારાજે રઘુવંશી સમાજને એમના પ્રવચનમાં કહ્યું કે, રઘુવંશી સમાજને એક થવાનોનો સમય આવી ગયો છે સમાજનો કોઈ માણસ કોઈ પણ રીતે દુ:ખી હોય ત્યારે તેની પડખે હજાર માણસ હોવા જોઈએ અને કોઈ માણસ ખાલી પૈસા દઈને કે મહેનત કરીને છૂટી નથી જતો સમાજ પ્રત્યે તેને સમાજના દરેક વ્યક્તિ પ્રત્યે તેની બાજુમાં ઊભું રહેવું જરૂરી છે અને સમાજના દરેકની પહેલી ફરજ છે. રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનો પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ તા. 11ને શનિવારે હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં રઘુવંશીઓ ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે. રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, હસુભાઈ ભગદેવ, દિનેશભાઈ કારીયા પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણી, હરીશભાઇ લાખાણી, કિશોરભાઈ કોટક અજયભાઈ કારીયા, કાળુ મામા, મનુભાઈ જોબનપુત્રા શાંતુભાઈ રૂપારેલીયા હસુભાઈ ચંદારાણા, અશ્વિનભાઈ બગડાઈ, હરેશભાઈ દાસાણી, બીપીનભાઈ કેસરીયા, ઘનશ્યામભાઈ ઠક્કર, બાલાભાઈ કક્કડ, કિરીટભાઈ પાંધી, ભરતભાઈ રૂપારેલીયા, ચંદુભાઈ રાચ્છ, દિલીપભાઈ પુજારા, બાલાભાઈ પોપટ, હિરેનભાઈ ખખ્ખર, ચંદુભાઇ રાયચુરા, કિર્તીભાઈ ગોટેચા, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, કોર્પોરેટર વર્ષાબેન પાંધી, શિલ્પાબેન પુજારા તેમજ બહોળી સંખ્યામાં બહેનો હાજર રહી તન મન ધનથી સહકાર આપવા સંકલ્પ કર્યો હતો. જ્યારે સૌ પ્રથમ પરમ પૂજ્ય મહંત જયરામદાસજી મહારાજ દ્વારા યોજાનાર મહાપ્રસાદમાં તુલસી પાન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ સેવકોએ સાથે અલ્પાહાર પ્રસાદ લીધો હતો.