ખનિજ ચોરી થતી અટકાવવા ગ્રામજનોએ મામલતદારને આવેદન પાઠવવું પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભાપુર ભંડાર છે પરંતુ ખનીજ વિભાગનું તંત્ર નાપાળીયું હોવાથી ખનિજ ચોરી કરતા ઈસમો જેટલું ખનિજ લૂંટાય એટલું લૂંટી રહ્યા છે અને ગ્રામજનો અનેક વખત રજૂઆત કરે તોય તેઓનું અહીં કોઈ સાંભળતું નથી ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે છેલા કેટલાક સમયથી ખનિજ ચોરી થતી અટકાવવા માટે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરી છે છતાં ખંજજ વિભાગે આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે ન છટકે ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ ખનિજ ચોરી કરતા ઈસમો સામે મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
- Advertisement -
જેમાં રાવળીયાવદર ગામના સરપંચ પણ જોડાયા હતા સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા જણાવાયું હતું કે તેઓના ગામમાં ગૌચર જમીનમાંથી માથાભારે ઈસમો રેતી ચોરી કરી રહ્યા છે અને ગેરકાયદેસર વોશ પ્લાન્ટ પણ ધમધમે છે જે બાબતે અગાઉ પણ લેખિત રજૂઆત કરાઈ હતી પરંતુ ખનિજ માફીયાઓ પર કાર્યવાહી થઈ નથી અને ઉલટાના માથાભારે ખનિજ માફીયાઓ ગામના લોકોને ધમકી આપી ડરાવી રહ્યા છે ત્યારે ગ્રામજનો પર ત્રાસ હોવાના લીધે રાવળીયાવદર ગામના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી તત્કાલીન ખનિજ ચોરી બંધ કરાવવા માટે આવેદન પત્ર પાઠવ્યું છે અને જો આગામી સમયમાં ખનિજ ચોરી બંધ નહીં થાય તો જનતા રેઇડ કરવાની પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.