ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિસ્ત ક્ષમા ને કરુણા એટલે શિક્ષક કહેવાય આવાજ શિક્ષક એટલે દિલીપભાઈ અકવાલીયા જેમણે સુલતાનપુર શ્રી ક્ધયાશાળામાં 10 વર્ષ આચાર્ય તરીકે પોતાની ફરજ નિષ્ટતાથી નિભાવી આચાર્ય તરીકે કહીયે તો શ્રી ક્ધયાશાળાને પ્રગતિશીલ શાળા બનાવવામાં મહત્વનું યોગદાન હોયતો દિલીપભાઈ અકવાલિયાનું કહી શકાય તેમના અસાધારણ નેતૃત્વ અને સમર્પણે ક્ધયાશાળા પર અમીટ છાપ છોડી દિલીપભાઈના કાર્યકાળ દરમિયાન, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને દ્રષ્ટિ, ઉત્સાહ અને કરુણાથી પ્રેરિત કર્યા શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ શાળાના ધોરણોને ઉન્નત કર્યા અને શ્રેષ્ઠ વાતાવરણને પ્રોત્સાહન આપ્યું, શાળા ની પ્રગતિમાં નેતૃત્વ મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. સ્કૂલસ ઓફ એક્સલન્સ ત્યાર બાદ પી. એમ.શાળા સુધીની સફરમાં તેમની ભૂમિકા મહત્વની રહી ત્યારબાદ અભ્યાસ ની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારીમાં હંમેશા વધારો કર્યો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને પ્રોત્સાહિત કરવાની તેમની ક્ષમતાએ સકારાત્મક અને શાળા સંસ્કૃતિનું નિર્માણ કરવામાં સફળ રહયા હતાં. તા. 1.1.2025 ના રોજ પી. એમ. શ્રી ક્ધયાશાળાના મેદાનમાં દિલીપભાઈ અકવાલીયાનો ભવ્ય રીતે વિદાય સમારંભ તેમજ શુભેચ્છા કાર્યક્રમ ગામલોકો દ્વારા ઉજવવવામાં આવ્યો હતો શિક્ષક ની બદલી થતા ગ્રામજનો એ ભારે હૈયે વિદાઈ આપી હતી.