પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને મુકેશભાઈ દોશી સહિતના મહાનૂભાવો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબ દ્વારા 31 ડિસેમ્બરે હેમુ ગઢવી હોલમાં ભવ્ય મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે 12 વાગ્યે નવું વર્ષ આવ્યું ત્યાં સુધી નવા-જૂના ગીતોની રમઝટ બોલી હતી. આ મ્યુઝિકલ નાઈટને માણવા માટે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ મ્યુઝિકલ નાઇટમાં મેલોડી કલર્સનાં કલાકારો આસિફ જેરીયા, ચિરાગ દેસાઈ, સંધ્યા પાત્યે, પ્રીતિ ભટ્ટ, નીલેશ વસાવડા અને કૃપા પુરોહિત વગેરે જોડાયા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પુજારા ટેલિકોમનાં યોગેશભાઈ પુજારા, ઉદ્યોગપતિ નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, પરસોત્તમભાઈ કમાણી, એમ. જે. સોલંકી, રાકેશભાઈ પોપટ, ડો. રાજેશ પટેલ (અમેરિકા), હરેશભાઈ લાખાણી, અરવિંદભાઈ તાળા, ઈશ્ર્વરભાઈ તાળા, શૈલેશભાઈ માઉ, વજુભાઈ (લંડન), ફિરોઝભાઈ લાખાણી (લંડન), કૌશિકભાઈ સોલંકી, તેજસભાઈ ભટ્ટી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મી ગીતો માણ્યા હતા. આ પૂર્વે બધાએ સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જગદીશ કિયાડા, અનવરભાઈ ઠેબા, દીપકભાઈ શાહ, કૌશિકભાઈ વ્યાસ, જયરાજસિંહ ઝાલા, સુનીલ દેત્રોજા, મનમોહન પનારા, જયસુખભાઈ ડાભી ઉપરાંત લેડીઝ કલબના અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્ર્વર વગેરેએ જહેમત ઉઠાવી હતી.