જો હિમવર્ષાનો આનંદ માણવા માટે મનાલી જવાનું વિચારી રહ્યા હોવ તો ત્યાં જતા પહેલા ત્યાંની ટ્રાફિકની સ્થિતિ ચેક કરી લેજો. ઇન્ટરનેટ પર એક વ્લોગરે મનાલીમાં ટ્રાફિક જામ બતાવ્યો છે.
- Advertisement -
અહીંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મનાલીમાં થયો ટ્રાફિક દેખાઈ રહ્યો છે. આ વીડિયો બનાવનાર વ્લોગરે અહીંનો ટ્રાફિક જામ બતાવીને લોકોને મનાલી આવવાનો પ્લાન ટાળી દેવાનું કહ્યું છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું કે આગળ હિમાચલ પ્રદેશના એસડીએમની ગાડી પણ ફસાયેલી છે. લોકો સવારે 10 વાગ્યાથી જામમાં ફસાયેલા છે, અને હવે રાત થઈ ચુકી છે. આ વીડિયોમાં વ્લોગરે લોકોને અપીલ કરી કે જે લોકો પણ મનાલી આવવાનો પ્લાન કરી રહ્યા છે, તેઓ 3-4 દિવસ સુધી અહીં આવવાનો જરા પણ વિચાર ન કરે. કારણ કે અહીં ભારે હિમવર્ષા થવાની છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @chluckytyagi નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
હિમવર્ષા વચ્ચે રસ્તા પર થયો જામ
- Advertisement -
આ વીડિયોમાં રસ્તા પર થયો ટ્રાફિક જામ દેખાઈ રહ્યો છે. આ વીડિયો રેકોર્ડ કરતા વ્લોગરે કહ્યું કે અહીં બેથી અઢી હજાર ગાડીઓ ફસાયેલી છે. જો અહીંથી નીકળીશું તો પણ સવારે જ નીકળી શકીશું. વીડિયોમાં વ્લોગરે જણાવ્યું કે મનાલી અને સોલાંગ ઘાટીમાં આગામી 3-4 દિવસમાં ભારે હિમવર્ષા થવાની છે. એવામાં અહીં આવવાનું બિલકુલ ન વિચારો. આ સિવાય પણ ઘણા વીડિયો બનાવીને અહીંના હાલ જણાવ્યા છે.
કેટલાય યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું – ભાઈ, કારના હીટરને વધુ વાર સુધી ચાલુ ન રાખો. બારી ખુલ્લી રાખો જેથી ઓક્સિજન આવતો રહે. આશા રાખું છું કે તમે જલ્દી તમારા સ્થાન પર પહોંચી જશો. તો અન્ય એક યુઝરે લખ્યું – હિમવર્ષા જોવા કસોલ જઈ રહ્યા છીએ. તો બીજાએ લખ્યું – કોઈ નહીં, તમે બધા આરામ કરો અને બરફ જુઓ, અમે નથી આવવાના.




