માયનોર કેનાલ થકી પાણીની વ્યવસ્થા થતા ખેડૂતોના મોટાભાગની સમસ્યાનો હલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ભારત ખેતીપ્રધાન દેશ તરીકે જાણીતો છે એમાંય ખાસ કરીને ગુરાત રાજ્ય અને ઝાલાવાડમાં મોટાભાગના ખેડૂતો ખેતી પર નભતા હોય છે. ઝાલાવાડના ખેડૂતોને મુખ્યત્વે કપાસ, મગફળી, તલ, ઘઉં સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે વર્ષો પૂર્વે પાણીના અભાવે ઝાલાવાડ પંથકમાં માત્ર વર્ષની એક સિઝન જ ખેડૂતો લઈ શકતા હતા પરંતુ આજે નર્મદા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ નીવડી છે પરંતુ હજુ ક્યાંકને ક્યાંક નર્મદા કેનાલમાંથી નીકળતી મેનોર કેનાલ મૃત અવસ્થામાં નજરે પડે છે જેથી છેવાડાના ખેડૂતોને નર્મદાના પાણી મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ઝાલાવાડમાં ધ્રાંગધ્રા, માળીયા અને મોરબી બ્રાન્ચ કેનાલોનો સાલવેશ થાય છે જે કેનાલમાંથી નીકળતી પેટા કેનાલો કેટલીય જગ્યા પર પૂર્ણ રૂપે તો કેટલીક જગ્યા પર અધૂરી પડી છે. જેના લીધે ખેડૂતોને નર્મદા પાણી મળી શક્યું નથી હાલ આ તમામ ખેડૂતો નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી લઈ પોતાના વાવેતર કરી રહ્યા છે પરંતુ એમાંય ખેડૂતો પર પાણી ચોરી કરવાના ગુન્હા નોંધાય છે. ત્યારે કેટલીક અધૂરી માયનોર કેનાલ ભ્રષ્ટાચાર રહિત હોવાથી કોન્ટ્રાક્ટરો અધિકારીઓની મિલીભગતથી સરકારી ચોપડે પૂર્ણ રૂપે કેનાલ નિર્માણ કરી હોવાની દર્શાવી ભ્રષ્ટાચાર કરી નાશી ગયા છે. જેથી હવે ખેડૂતોને પીલવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ છે દર વર્ષે ઉનાળાની સીઝનમાં ખેડૂતો પોતાના વાવેતર કરેલ પાકને બચાવવા પાણી માટે વલખા માટે છે.
- Advertisement -
અને જ્યારે ખેડૂતો મુખ્ય કેનાલમાંથી પાણી લેવા માટે પ્રયત્ન કરે ત્યારે પાણી ચોરીના ગુન્હા નોંધી ખેડૂતોને ચોર સાબિત કરી દેવાય છે પરંતુ તંત્રને વર્ષોથી મૃત અવસ્થામાં પડેલી માઇનર કેનાલોને શરૂ કરવામાં રસ ન હોય તેવું નજરે પડે છે.



