1400 કેન્સરના દર્દીના ડેટા એકત્ર કરી કલેકટર દ્વારા તપાસ ચાલી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં કૌભાંડ થયા બાદ સમગ્ર રાજ્યમાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડ થતું હોવાની વાતને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જૂનાગઢમાં પણ PMJAY યોજનામાં ખોટું થયું હશે તે બાબતે મીડિયા સમક્ષ જવાબો આપ્યા હતા જેમાં શહેરની અનેક હોસ્પિટલમાં PMJAY યોજના બાબતે જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, જૂનાગઢ કલેકટર સાથે વાતચીત કરી છે જેમાં અને કલેકટર દ્વારા એક કમિટી બનાવીને તેની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.જો કોઈ પણ ખોટું થયું હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 1400 કેન્સરના દર્દીને રૂબરૂ મળીને તેના મોબાઈલ ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે.અને વ્યક્તિગત રીતે તપાસ કલેકટર દ્વારા કરવામાં આવી રહી છે.જેમાં કોઈ પણ રીતે ખોટી રીતે ચુકવણી થઇ હશે તો તાપસ અંતે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.અને ઙખઉંઅઢ યોજાનું ઓડિટ પણ થઇ રહ્યું છે.તેમજ ઙખઉંઅઢ યોજનામાં વધારાના રૂપિયા લીધા હોઈ તેની પણ તપાસ કલેકટર દ્વારા ચાલી રહી છે. હાલતો તપાસ દરમિયાન એવું કઈ સામે આવ્યું નથી છતાં તપાસના અંતે કઈ ખોટું થયાનું સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં ઙખઉંઅઢ યોજના અંતર્ગત 79 હોસ્પિટલમાં માત્ર પાંચ મહિનામાં 40 કરોડના બીલ મુકયા છે.
- Advertisement -
આમાંથી 32.49 કરોડનું તો ચૂકવણુ પણ થઇ ગયુ છે. આ 40 કરોડમાંથી જે 32.49 કરોડનું ચુકવણુ કરાયુ છે તેમાંથી 15 કરોડ તો માત્ર 3 કેન્સરની હોસ્પિટલને જ ચુકવાયા છે. પરિણામે જૂનાગઢમાં પણ ખ્યાતિકાંડ જેવા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. જે મુદ્દાને લઇને આજે જૂનાગઢની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બાબતોના જવાબો આપ્યા હતા અને સ્પસ્ટતા કરી હતી કે, ઙખઉંઅઢ યોજનામાં કલેકટર દ્વારા તપાસ ચાલી રહી છે. અને કંઇ પણ ખોટુ સામે આવશે તો કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. આમ જૂનાગઢ ઙખઉંઅઢ યોજનામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે અને કોઇ પણ વધારાના પૈસા લીધા હોય તો તેની પણ ઓડીટ કરીને તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જયારે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે છે ત્યારે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને હોસ્પિટલના અલગ અલગ વિભાગમાં જાતે ચેકીંગ કર્યું હતું અને દર્દી સાથે પણ વાતચીત કરી હતી તેની સાથે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં કલેકટર અનિલ કુમાર રાણાવસીયા, જિલ્લા આરોગ્ય અધિકારી, ધારાસભ્યો સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



