રોમન સૈનિકો દિવસના ભીષણ યુદ્ધ પછી પોતાના શરીર અને જ્ઞાનતંતુઓ બન્નેને શાંત કરવા માટે કેમોમાઇલ તરફ વળ્યો હતા
આજ કાલ મહાનગરોથી લઈને નાના શહેરો સુધીના લોકોમાં કેમોમાઈલલ ચાના સેવાનાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. લોકોમાં એ જાણવાની ઉત્કંઠા જાગી છે કે આખરે કેનોમાઈલ ટી શું છે અને તેના સેવનથી શું પ્રાપ્ત થાય છે. કેમોમાઈલલ ચાની શોધ પાછળની વાતો ઘણી રસપ્રદ છે. વાસ્તવમાં કેનોમાઇલ ચાની શોધ અને તેના વ્યાપક ઉપયોગના મૂળ પ્રાચીન ઇજિપ્તમાં છે. તો ચાલો પિરામિડની ભૂમિ, એ ભૂમિ પર થઈ ગયેલા રાજાઓ, અફાટ રણ અને પ્રાચીન ઇજિપ્ત વાસીઓ સાથેના આ અદભૂત ચાના સેતુને સંક્ષિપ્તમાં જોઈએ. હા, કેમોમાઈલ ચાની યાત્રાનો પ્રારંભ અહીંથી જ થયો હતો. તે પુરાતન સમયમાં આ કેમોનાઇલ વનસ્પતિના સોનેરી ફૂલોને તેના ઔષધીય ગુણધર્મો માટે ખૂબ જ સન્માન આપવામાં આવ્યું હતું. ઇજિપ્તવાસીઓ કેમોમાઇલની સાતાદાયી અને હીલિંગ શક્તિઓને ઓળખનાર આ જગતની સહુ પ્રથમ પ્રજા હતી. તે પ્રદેશમાં એ એક પવિત્ર છોડ તરીકે આદરણીય સ્થાન પામ્યો હતો અને તેનો ઉપયોગ ત્વચાની સંભાળથી લઈને પેટની તકલીફોના ઉપચાર માટેની અનેક વસ્તુઓમાં થતો હતો. કેમોમાઈલ આદરના પ્રતીક તરીકે દેવતાઓને અર્પણ કરવામાં આવતી હતી. પ્રાચીન ઇજિપ્તીયન રેકોર્ડ્સ દર્શાવે છે કે કેમોમાઇલ એ સમયની ઉપચાર પદ્ધતિઓમાંની એક મુખ્ય વનસ્પતિ હતી. એવું કહેવાય છે કે ઇજિપ્તના રાણી ક્લિયોપેટ્રા પોતાની ત્વચાની સંભાળ રાખવા અને તેની સુંદરતામાં વધારો કરવા માટે કેમોમાઇલનો ઉપયોગ કરતા હતા. ઈજિપ્તથી આગળ વધીને કેમોંમાઇલ ચા રોમાનોના ગઢમાં પ્રવેશી હતી. કેમોમાઈલની લોકપ્રિયતા ત્યાં જંગલની આગની જેમ ફેલાઈ હતી. રોમનો માત્ર યુદ્ધ અને આર્કિટેક્ચરમાં કુશળ ન હતા બલ્કે તેઓ આરામ કરવાની કળામાં પણ કુશળ હતા. કેમોલી, રોમન સામ્રાજ્યમાં ઘણી વનસ્પતિઓની જેમ, તેના ઔષધીય ગુણો માટે ઉગાડવામાં આવી હતી. તે મન અને શરીર બંને માટે સુખદાયક ચા તરીકે વ્યાપકપણે જાણીતી બની. હકીકતમાં, રોમન પ્રકૃતિવાદી પ્લિની ધ એલ્ડરે ચિંતા, અનિદ્રા અને પાચન સમસ્યાઓ જેવી બિમારીઓની સારવાર માટે કેમોમાઈલની ભલામણ કરી હતી. રોમન સૈનિકો દિવસના ભીષણ યુદ્ધ પછી પોતાના શરીર અને જ્ઞાનતંતુઓ બન્નેને શાંત કરવા માટે કેમોમાઇલ તરફ વળ્યો હતા. રસપ્રદ વાત એ છે કે, રોમનો દ્વારા પણ કેમોમાઈલનો ઉપયોગ ખોરાક અને પીણામાં સુગંધી દ્રવ્ય તરીકે કરવામાં આવતો હતો.
- Advertisement -
મધ્ય યુગ: કેમોમાઈલની બોલબાલા
જેમ જેમ આપણે મધ્ય યુગમાં આગળ વધીએ તેમ, કેમોમાઈલ હર્બલ દવાની દુનિયામાં મુખ્ય ખેલાડી તરીકે પોતાનું સ્થાન જાળવી શકી હોવાનું સ્પષ્ટ થાય છે. તે સમયના ખ્રિસ્તી પાદરીઓ અને ઉપચાર કરનારાઓએ તાવ, ઘા અને ઊંઘમાં મદદ કરવા માટે કેમોમાઈલના સુખદ ગુણધર્મોનો ઉપયોગ કર્યો હતો. આ સમય દરમિયાન, કેમોમાઈલ તેના વૈવિધ્યસભર ઉપચારક ગુણો માટે સમગ્ર યુરોપમાં વધુ વ્યાપકપણે ઓળખ પામી હતી. આ સમયગાળા દરમિયાન જ કેમોમાઈલ ચાએ માત્ર ઔષધીય વનસ્પતિ તરીકે નહીં પણ એક આહ્લાદક પીણા તરીકે લોકપ્રિયતા મેળવવાનું શરૂ કર્યું હતું. પુનરુજ્જીવન શરૂ થયું ત્યાં સુધીમાં, કેમોમાઈલ યુરોપિયન ઘરોના બગીચાઓમાં મુખ્ય પાક બની ગઇ હતી જ્યાં તેની સુંદરતા અને તેના સુખાકારીના ફાયદા બંને માટે તેની ખેતી કરવામાં આવતી હતી. અને આજે પણ આપણે સદીઓ જૂની પરંપરાને ચાલુ રાખીને કેમોમાઈલ ચાની ચૂસકી લઈ રહ્યા છીએ. પ્રાચીન ઇજિપ્તથી લઈને તમારી ચા સુધી, કેમોમાઇલ તે પ્રાચીન ઉપચારકોની જેમ જ સમયની કસોટી પર ઊભી રહી છે જેમણે તેની શાંત અસરો માણી હતી ભલે તમે તેને ઊંઘ, આરામ અથવા તમારા વ્યસ્ત દિવસની શાંતિ માટે પીતા હોવ, કેમોમાઈલ ચાએ એક કાલાતીત, કુદરતી ઉપાય તરીકે તેનું સ્થાન જાળવી જ રાખ્યું છે. જો તમે હજુ સુધી એ ન જાણતા હો કે આ ગુણકારી ચા કેવી રીતે બને છે તો હવે ચાલો આપણે એ પણ જાણી લઈએ કે આ ચા કેવી રીતે બનાવવામાં આવે છે? રાત્રે પીવા માટે આ સૌથી સારી ચા છે. કેમોમાઈલ ટી રેસીપી: રાત્રે કેમોલી ચા પીવાના ઘણા ફાયદા છે. આ ચાના ખાસ ફાયદા છે, પરંતુ તે જાણતા પહેલા જાણી લો કેમોમાઈલ ચા કેવી રીતે બનાવવામાં આવે છે. હકીકતમાં, જ્યારથી તણાવ અને ચિંતા જેવા શબ્દો લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે ત્યારથી આ ટીએ ઘણા લોકોના જીવનમાં પણ સ્થાન બનાવ્યું છે. ઉપરાંત, આ ચા એવા લોકોની ખાસ પસંદગી છે જેઓ રાત્રે ઊંઘી શકતા નથી અથવા જેમને રાત્રે ખૂબ ચા અને કોફી પીવાની આદત હોય છે. આવા લોકો માટે આ ચા બેસ્ટ છે. આ સિવાય આ ચા પીવાના પોતાના ફાયદા છે. -કેમોમાઈલ ચા બનાવવા માટે તમારે માત્ર એક કપ પાણી ઉકાળીને ગ્લાસમાં રેડવું પડશે. -હવે તેમાં 1 ચમચી કેમોમાઈલ ટી નાખો. -કેમોમાઈલ ચા ને ગ્લાસમાં 5 મિનિટ માટે રહેવા દો. -હવે ચા ગાળીને તેમાં થોડું મધ ઉમેરો. -હવે આને સૂતા પહેલા પી લો. કેમોમાઈલ ચાના લાભો પણ જાણી લો. જ્યારે તમે કેમોમાઇલ ચા પીઓ છો ત્યારે તે તમારા શરીરમાં સેરોટોનિનના સ્તરને સંતુલિત કરે છે અને મેલાટોનિનને વધારે છે, જે ઊંઘને પ્રેરિત કરે છે. જો તમે દરરોજ રાત્રે યોગ્ય સમયે કેમોલી ચા પીશો તો તમને ખૂબ ઊંઘ આવશે. આ સિવાય કેમોમાઈલ ટી સ્ટ્રેસ ઘટાડે છે, તેનાથી સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિસોલ લેવલ ઓછું થાય છે, શરીર અને મન શાંત થાય છે, બ્લડપ્રેશર સંતુલિત થવા લાગે છે અને તમે આરામથી ઊંઘવા લાગો છો.. બોડી ડિટોક્સ અને વજન ઘટાડવામાં મદદરૂપ કેમોમાઈલ ચા તમારા શરીરની અંદરના ઝેરી તત્વોને દૂર કરે છે. આ ખાસ પ્રકારની ચા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. એન્ટીઑકિસડન્ટો આપણા શરીરને કોઈપણ ઝેરી અને નકામા પદાર્થોથી મુક્ત કરવામાં મદદ કરે છે જે આપણા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. આ રીતે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. હવે જ્યારે તમારું શરીર ડિટોક્સ થઈ ગયું છે અને તમને પૂરતી ઊંઘ આવી રહી છે, તો તમે તમારી ત્વચા પર ચમક દેખાવા લાગશો.
કેમોમાઇલ ચા પીઓ છો ત્યારે તે તમારા શરીરમાં સેરોટોનિનના સ્તરને સંતુલિત કરે છે અને મેલાટોનિનને વધારે છે, જે ઊંઘને પ્રેરિત કરે છે અને તણાવ ઘટાડે છે
કેમોમાઇલ ચાની શોધ અને તેના વ્યાપક ઉપયોગના મૂળ પ્રાચીન ઇજિપ્તમાં છે