ઈસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. અમદાવાદનાં નિવૃત આર્મી જવાને મંદિરનાં પૂજારી પર આક્ષેપ કર્યો છે. જેને લઈ હાઈકોર્ટમાં પિતાએ હેબિયર્સ કોપર્સ દાખલ કરી છે.
અમદાવાદ એસજી હાઈવે પર આવેલ ઈસ્કોન મંદિરનાં પૂજારી સામે નિવૃત આર્મી જવાન દ્વારા ગંભીર આક્ષેપ કર્યા છે. તેમજ મંદિરનાં પૂજારી સુંદર મામા સામે નિવૃત આર્મી જવાને ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
- Advertisement -
6 મહિનાથી નિવૃત આર્મી જવાનની દીકરી ગુમ
નિવૃત આર્મી જવાને પૂજારી પર આક્ષેપ કર્યા છે કે, પૂજારી દીકરીનું બ્રેઈન વોશ કરે છે. તેમજ તેને ડ્રગ્સ આપે છે. તેવી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેમજ છેલ્લા 6 મહિનાથી નિવૃત આર્મી જવાનની દીકરી ગુમ છે. તેમજ જૂન મહિનામાં દીકરી ઘરેથી સોનું અને રોકડ રકમ લઈને નિકળી ગઈ હતી.
હાઈકોર્ટે નોટિસ ફટકારી
- Advertisement -
ત્યારે આ સમગ્ર મામલે નિવૃત આર્મી જવાને હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી છે. તેમજ હાઈકોર્ટે દીકરીને હાજર કરવા આદેશ આપ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે 9 જાન્યુઆરીએ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે. સમગ્ર કેસમાં પોલીસ કમિશ્નરે, મેઘાણીનગર અને સોલા પોલીસને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ પૂજારીએ અગાઉ તેનાં જ એક શિષ્ય સાથે દીકરીનાં લગ્ન કરવા દબાણ કર્યું હતું.