ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઈન્ટરનેશનલ વાડો કરાટે ચેમ્પિયનશિપ જે સમા સ્પોર્ટસ બરોડા ખાતે 22 ડીસેમ્બરના રોજ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઓલ ગુજરાતમાંથી લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા રાજકોટ જિલ્લાના ફાઈટર કરાટે ટ્રેનિંગ સેન્ટરના 29 કરાટે વીર-વીરાંગનાઓએ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવેલી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ફાઈટર કરાટે ટ્રેનિંગ સેન્ટરના ખેલાડીઓએ વિવિધ એઈજ, બેલ્ટ, વેઈટ કેટેગરીમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરી 15 ગોલ્ડમેડલ, 12 સિલ્વર મેડલ, 13 જેટલા બ્રોન્ઝ મેડલ એમ કુલ 40 મેડલ કાતા અને કુમિતે (ફાઈટમાં) મેળવી સમગ્ર રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. આ પ્રસંગે ફાઈટર કરાટે ટ્રેનિંગ સેન્ટરના ઓનર કોચ રૂપેશભાઈ વાઘેલા રાજકોટ (ડિસ્ટ્રિક્ટ ડાયરેકટર) તથા જનરલ સેક્રેટરી કેયુરભાઈ વાઘેલાએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.



