ગગનચુંબી ઈમારતોમાં આવાસના ભાવ પણ આસમાને
ઓક્ટોબરથી ડિસેમ્બરની ત્રિમાસિકમાં 21 ટકાના ઘટાડાનું અનુમાન : વેચાણ ઘટીને 1,08,261 યુનિટ રહેવાની સંભાવના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં ઘરોનું વેચાણ ઘટી રહ્યું છે. દેશના 9 મુખ્ય શહેરોમાં ઘરોના વેચાણમાં ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન વાર્ષિક 11 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. જે ઉચ્ચ આધાર અસરના કારણે 1.08 લાખ યુનિટમાં રહી જશે. રિયલ એસ્ટેટ આંકડા વિશ્ર્લેષક કંપની પ્રોપઈકિવટીએ શનિવારે એક રિપોર્ટમા આમ કહ્યું હતું.
પ્રોપઈકિવટીએ ભારતના મુખ્ય 9 આવાસ બજારો, દિલ્હી, એનસીઆર, મુંબઈ, નવી મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, થાણે માટે વેચાણ સંખ્યા જાહેર કરતી હતી. તેમાં માત્ર દિલ્હી એનસીઆરમાં વેચાણ વધવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આંકડા અનુસાર 9 શહેરોમાં આવાસીય સંપતિનું કુલ વેચાણ ચાલુ ત્રિમાસિકમાં ઘટીને 1,08,261 યુનિટ રહી જવાની સંભાવના છે.જયારે ગત વર્ષે આ જ સમયગાળામાં 1,37,225 એકમનું વેચાણ હતું. જો કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 1,03,213 એકમથી વેચાણમાં પાંચ ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે. પ્રોપઈકિવટીના સંસ્થાપક સમીર જસૂજાએ જણાવ્યું હતું કે ઉચ્ચ આધાર અસરના કારણે વાર્ષિક આધારે વેચાણમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, તહેવારોની માંગના કારણે ત્રિમાસિક આધાર પર વેચાણ વધવાની સંભાવના છે. આંકડાને નજીકથી જોઈએ તો ખબર પડે છે કે ઘટાડો થતાં 2024માં પુરવઠા-વપરાશનું પ્રમાણ 2023ના જેવું જ રહેશે, જે દર્શાવે છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રના પાયાના તત્વ મજબૂત અને સ્વસ્થ છે.
મુંબઈમાં ઘરનું વેચાણ 13878 એકમથી 27 ટકા ઘટીને 10,077 એકમ પર રહી જવાની સંભાવના છે. નવી મુંબઈમાં ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘરોનું વેચાણ 8607 એકમથી ઘટીને 7478 એકમ રહેવાનું અનુમાન છે, જયારે થાણેમાં 23099 એકમથી 16 ટકાના ઘટાડો સાથે 21893 યુનિટ રહી જવાની સંભાવના છે.