ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
વિસાવદર તાલુકાનાં નાગરિકોને પડતી હાલાકીને પગલે અનેક રજૂઆતો પછી જ્યારે રિસેફેસિંગ રોડની કામગીરીમાં વધેલો માલ માંથી થતો હોવાનું સામે આવતા સ્થાનિક લોકોમાં રોષ સાથે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ જ્યારે આર.એન્ડ બી વિભાગના અધિકારીને મોબાઈલ ફોન દ્વારા જાણ કરતા મહિલા અધિકારીએ કહ્યું કે, રવિવારે તો શાંતિ લેવા દો જેવો જવાબ મળ્યો અને એમ કીધું કે વધેલો માલ છે. એટલે નાખ્યો.અને નગરપાલિકામા જાઓ તેમાં કૌભાંડો છે એવો નિર્દેશ કરેલો હતો અને પાથરતા માલમાં ફક્ત ને ફક્ત કાળી કાંકરી જ હતી. અને ડામરનું નામોનિશાન ન હતું. કોઈ જાતનો રોલર ફેરવવાની કે અન્ય કોઈ રોડને વ્યવસ્થિત કરવાની તજવીજ પણ લીધી નથી.આ લોટ પાણીને લાકડા વાળા હલકી ગુણવત્તાનું કામ કરવાવાળા વિભાગના વડાએ અગાઉ પણ અનેક કૌભાંડો ખુલ્લેઆમ આચરે છે તે ભૂતકાળમાં રેલ્વેની મંજુરી વગર તેની હદમાં પેવર બ્લોક, વિવિધ સ્થળોએ કચરાપેટી વગરના કામોની મસમોટી ગ્રાન્ટ ચાંઉ કર્યાની ચર્ચાઓમાં આવેલા છે. જો રવિવારે શાંતિ માંગતા આ અધિકારીઓ રવિવારે રજાના મૂડમાં હોય ત્યારે પ્રજાના કેવા કામ થતા હશે અગાઉ પણ કેટલાય રોડ રાતોરાત અડધી થેલી સિમેન્ટ નાખીને પુરા કરવામાં આવેલા છે. ગુણવતા વગરના કામ કરવામાં આર.એન્ડ. બી. વિભાગ મસમોટા બિલો મુકવામાં ચેમ્પિયન બન્યા હોઈ તેવું જોવા મળે છે.તેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની વાત જીલ્લા પ્રમુખે કરતા મહિલા અધિકારીએ ફોન કાપી નાખ્યો. ત્યારે કેટલાય કામોમાં મસમોટા ભ્રષ્ટાચારો સાબિતીઓ સાથે રજૂ કરવામાં આવશે તેવું વિસાવદરનાઆમ આદમી પાર્ટીના નેતા રાહુલ બુહાએ જણાવ્યું હતું.



