એક વર્ષમાં જ ગાબડું પડ્યું તો આવનારા વર્ષમાં પુલની હાલત વિચારવા લાયક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે રોડ રસ્તા પર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે ત્યારે આ રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવાના લીધે વર્ષો સુધી મજબૂત રોડ બનાવવાની વાતો માત્ર સરકારી કાગળો પર જ નજરે પડે છે તેવામાં મુળી તાલુકાના ગોદાવરી ગામે આવેલ નદી પર ગત એકાદ વર્ષ પૂર્વે જ બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો હતો. પરંતુ બ્રિજ નિર્માણના એક વર્ષ બાદ ગાબડા નજરે પડે છે. જોકે બ્રિજ જ્યારે નિર્માણ કરાયો ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરાયો હતો પરંતુ કોન્ટ્રાકટર અને તંત્રના અધિકારી દ્વારા કોઈ ધ્યાન નહીં આપતા અંતે બ્રિજન કામમાં થયેલ ભ્રષ્ટાચારી ગાબડા બહાર આવ્યા છે. ત્યારે નિર્માણના એક વર્ષ બાદ જ ગોદાવરી ગામના પુલ પર ગાબડા પડવાની શરૂઆત થતાં જ આવતા દિવસોમાં પુલની મજબૂતાઈ સામે સવાલો ઊભા થાય છે.