આંબેડકર વિવાદ પર સંસદ બહાર વિપક્ષનું પ્રદર્શન: રાહુલ-પ્રિયંકા વાદળી કપડાં પહેરીને પહોંચ્યા, કોંગ્રેસે કહ્યું- ગૃહમંત્રી માફી માગે
રિજિજુએ કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો: 2 સાંસદ ઘાયલ, સંસદ એ કુસ્તીનો અખાડો નથી: કોંગ્રેસ ગૃહ અને સમગ્ર દેશની માફી માગે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આજે ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદળી કપડા પહેરીને પહોંચ્યા હતા. આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ. જો કે એક મિનિટમાં જ ગૃહ આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
કિરણ રિજિજુએ રાજ્યસભામાં કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો. આ શરમજનક છે, અમે તેમના પર વિશ્ર્વાસ પણ કરી શકતા નથી. આ કુસ્તીનો અખાડો નથી. ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી પડી જતા તેમને માથામાં ઈજા થઈ હતી. બાદમાં તેમને સારવાર માટે વ્હીલચેરમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
સારંગીએ આરોપ લગાવ્યા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા તેઓ પડી ગયા હતા. તેમણે કહ્યું કે રાહુલે કેટલાક સાંસદને ધક્કો માર્યો. તે સાંસદ તેમના પર પડ્યા, જેના કારણે તેઓ પડી જતા ઈજા થઈ હતી.
- Advertisement -
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- મહિલા સાંસદોને ધક્કો મારવામાં આવ્યો. આ શરમજનક છે, અમે તેમના પર વિશ્ર્વાસ પણ કરી શકતા નથી. પરંતુ અને ઝપાઝપી કરીને સંસદની ગરિમા લજવવા માંગતા નથી. રાહુલ ગાંધીનું વર્તન નિંદનીય છે, કોંગ્રેસે ગૃહ અને સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. રિજિજુએ કહ્યું કે અમારી પાસે સંખ્યા વધુ છે. અમે ડરતા નથી. આ કુસ્તીનો અખાડો નથી.
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના નિવેદનને તોડી-મરોડીને રજુ કરે છે. જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે અમિત શાહના નિવેદનની માત્ર 10-12 સેક્ધડની વીડિયો ક્લિપ બતાવીને વિપક્ષના નેતા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિવાદ ઊભો કરી રહ્યા છે.
ખરેખરમાં, 17 ડિસેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી.
શાહે કહ્યું હતું- હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર… જો તમે આટલું નામ ભગવાનનું લીધું હોત, તો તમને સાત જન્મ સુધી સ્વર્ગ મળી ગયું હોત.
મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં શાહ સામે નોટિસ આપી
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 17 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભામાં ડો. આંબેડકર પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી સામે વિશેષાધિકાર ઉલ્લંઘનની નોટિસ આપી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ડ પર આ માહિતી આપી હતી.
લોકસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત
બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ. જો કે એક મિનિટમાં જ ગૃહ આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.