ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ શહેરને મહાનગર પાલીકા દ્વારા દીવાલોમાં કલર કરવાની સાથે શહેરને શુશોભન કરી રહ્યા છે.તેમજ શહેરના દરેક સર્કલને પણ લાઈટો અને કલર સાથે શહેરને સુંદર બનવાની કામગીરી કરી જોવા મળે છે.પણ અમુક એવા તત્વો છે.જે શહેરની સુંદરતાને બટ્ટો લગાવી રહ્યા છે. જૂનાગઢ શહેરની દીવાલો રંગરોગાણ કરવામાં આવ્યું રહ્યું છે.તો બીજી તરફ મફતમાં જાહેરાત કરવા વાળા લોકો આજે શહેરની સુંદર દીવાલો પર પોસ્ટર ચિપકાવી દીવાલને બદસૂરત કરવાનું ચુકતા અને નિયમોની ઐસી તૈસી કરીને શહેરની સુંદરતાને ઝાંખપ લગાવી રહ્યા છે.જયારે જૂનાગઢ મહાનગર પાલિકાની મિલ્કત પર વગર મંજૂરીએ પોસ્ટર, હોર્ડિંગ અને બેનરો લગાવનાર જે તે કંપની પાસે દંડ વસુલ કરે છે.ત્યારે હજુ તો શહેરની દીવાલોમાં રંગોથી શુશોભન કરાઈ તેને થોડાજ દિવસોમાં પોસ્ટર ચિપકાવી રહ્યા છે.હવે મનપા આની સામે કેવી કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.