ટીમ ઈન્ડિયાએ U-19 વિમેન્સ એશિયા કપમાં સુપર ફોર મુકાબલામાં બાંગ્લાદેશને પછાડી 8 વિકેટે મેળવી જીત. ભારત તરફથી આયુષી શુક્લાનું રહ્યું દમદાર પરફોર્મન્સ.
બાંગ્લાદેશ 80/8
- Advertisement -
બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાને 80 રન બનાવ્યા. કેપ્ટન સૌમ્યા અખ્તર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. સાદિયા અખ્તર 2 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ તો આફિયા ઝીરો પર આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આયુષી શુક્લાએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ બીજી 1 વિકેટ લીધી તો સોનમ યાદવે 2 વિકેટ અને શબનમ અને મિથિલાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારત 12.1 ઓવરમાં જીતી મેચ
ભારતીય ટીમે 12.1 ઓવરમાં મેચ જીતી લીધી. ઈન્ડિયા માટે ઓપનર ત્રિશાએ 50 રન બનાવ્યા તો 46 રનમાં 28 નોટ આઉટ સ્કોર પર રહી જેમાં 10 ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન નિકી પ્રસાદ 22 નોટ આઉટ, તેણે 14 બોલ 1 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
- Advertisement -
ભારતનો સુપર ફોરમાં હવે શ્રીલંકા સામે મેચ રમશે જે શુક્રવારે યોજાશે. ભારતે આ ટુર્નામેંટમાં બાંગ્લાદેશ પેહલા પાકિસ્તાન સામે મેચ રમી હતી જેમાં તે મેચ ભારત 9 વિકેટથી જીત્યું હતું.