કોલસાની ખાણનો વિડીયો વાયરલ થતાં ખનિજ વિભાગની કાર્યવાહી સામે સવાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદે કોલસાના ખનન સામે ખાણ ખનીજ વિભાગ સહિતનું તંત્ર સબ ઘૂંટણિયે પડ્યું હોય તેવું નજરે પડે છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટના રાજીનામા બાદ તો જાણે ખનિજ વિભાગની ઓફીસોમાં તાળા લાગ્યા હોય અને તમામ કર્મચારીઓ પણ ઘરે બેઠા હોય તેમ ઠેર ઠેર ગેરકાયદેસર ખનન પ્રક્રિયા શરૂ થવા લાગી છે. ખાસ કરીને મુળી પંથકમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણોની તંત્રે જ પરમિશન આપી હોય તેમ દિન દહાડે ધમધમી રહી છે. ત્યારે ખનિજ માફીયાઓ પણ કોઇડર કે ચિંતા વગર કોલસાના ખનન કરતા નજરે પડે છે એટલું જ નહિ પણ હવે તો ખંજન માફીયાઓ કોલસાના ગેરકાયદેસર ખાણમાંથી વિડિયો બનાવી વાઇરલ કરી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે “આવો જો તમારામાં પાણી હોય તો બંધ કરી બતાઓ” આ પ્રકારે કોલસાના ગેરકાયદેસર ખનન છતાં વિડિયો ઉતરી સોશિયલ મીડિયામાં મૂકતા હવે ખનિજ વિભાગની હયાતી પર પણ શંકા ઉદભવી રહી છે ત્યારે ખનિજ માફીયાઓ બેફિકર બની ખનન ચલાવી રહ્યા છે અને ખનિજ વિભાગ પોતાની અન્ય કામગીરીમાં મસ્ત રહીને મુળી પંથકમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન નો ખેલ નિહાળી રહ્યુ છે.