બનાસકાંઠાના થરાદ વાવ અને સોઈગામ તાલુકાના ખેડૂતોનું આંદોલન
નર્મદા નિગમની કેનાલ પસાર થતા 14 વર્ષ પહેલા જમીન સંપાદન કરી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા, તા.18
બનાસકાંઠાના થરાદ વાવ અને સોઈગામ તાલુકાના 100 ગામના 3500 ખેડૂતની 14 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. પરંતુ હજુ જમીન સંપાદનનું વળતર ન મળતા ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. ત્યારે હાલ ખેડૂતો ભૂખ હડતાલ પર રહી આવેદન પાઠવ્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને સોઈગામ તાલુકાના 100 ગામના ખેડૂતો 3500 જેવા ખેડૂતોને 14 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થતાં જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપી ભૂખ હડતાલ ઉપર બેઠા 2011માં જમીન સંપાદન થયેલી હોય આજ દિન સુધી ખેડૂતોને વળતર ના મળતા ખેડૂતોમાં રોષ છે. તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.