તાલાલા-સાસણ રોડ ઉપર પાંચ પીરની દરગાહ પાસે વળાંકમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.14
તાલાલા પોલીસમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે આવેલ નેચર સ્ટડી કેમ્પમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રમોદભાઈ ધનંજયભાઈ હેગડે ઉ.વ.44 રે.કર્ણાટક વાળા પોતાની સુઝુકી જીકસર બાઈક નં.જી.જે.11.સી.ઈ.1602 લઈને ગત મોડીરાત્રે કામ અર્થે તાલાલા આવ્યા હતા.કામકાજ પુરૂ કરી પરત રીસોર્ટે જઈ રહ્યા હતા.આ દરમ્યાન તાલાલા-સાસણ રોડ ઉપર પાંચ પીરની દરગાહ પાસેના વળાંકમાં પ્રમોદભાઈ એ સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા બાઈક રોડની બાજુના ઉંડા ખાડામાં પડતા પ્રમોદભાઈ ને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મરણ થયું હતું.મૃતક ની બોડી એમ્બ્યુલન્સ મારફત તાલાલા સરકારી હોસ્પિટલે લાવી હતી.ફરજ પરના તબીબ ડો.વિશ્ર્વાબેન ચોથાણી એ પી.એમ.કર્યું હતું.આ અકસ્માત અંગે પોલીસે અરૂૂણકુમાર મંગલસિંઘ ઉ.વ.30 વાળાની ફરીયાદ લઈ પી.આઈ.જે.એન.ગઢવી એ વધુ તપાસ હાથ ધરી છે.