ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા-જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષીને અઈંઈઈ સેકરેટરી ભુપેન્દ્રભાઇ મારાવજીની અધ્યક્ષતામા રાજુલા નગરપાલિકાના પ્રભારી રાજભાઈ મહેતા તથા જાફરાબાદ નગરપાલિકાના પ્રભારી હિંમતભાઈ કટારીય સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાય હતી. જેમા આગામી નગરપાલિકાની ચૂંટણીને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે તમામ કોંગ્રેસના કાર્યકરો અને ચૂંટણી લાડવા માંગતા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જે રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી રવિરાજભાઇ ધાખડાની યાદીમા જણાવેલ છે.