સિક્યુરિટી ટાઈમ પર પહોંચી જતાં મોટી દૂર્ઘટના ટળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં હંમેશા વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં લાખોના ખર્ચે રાખેલ કડક સિક્યુરિટી વચ્ચે પડ્યા પાથર્યા રહેતા લુખ્ખા શખ્સો સામે પોલીસેના અભિયાન બાદ ફરી લુખ્ખાઓ બેકાબૂ બન્યા હોય છેસિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમા઼ નોકરી કરતા નર્સ ગુરુવારે રાત્રીના આઠેક વાગ્યે નોકરી પૂરી કરી પાર્કિંગમાં પાર્ક કરેલું તેનું સ્કૂટર લેવા જતા અગાઉથી ત્યાં ઊભેલા શખ્સે છરી કાઢી હુમલો કર્યો હતો.બાદમાં નર્સે દેકારો કરી નાસી જતા અન્ય લોકોએ તેને બચાવી શખ્સને પકડી લીધો હતો. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે શખ્સની અટકાયત કરી તેની પાસેથી છરી કબજે કરી તેની પૂછતાછ કરતાં તે સિવિલ હોસ્પિટલ પાસે ફૂટપાથ પર રહેતો અમરજિત કુમાર યાદવ હોવાનું જણાવતા પોલીસે તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.



