રાજકોટ – ચોમાસુ મગફળીનું વાવેતર ધરાવતા ખેડૂતોએ ફુલ/સુયા બેસવાની અવસ્થાએ મગફળીમાં વરાપે આંતરખેડ અને નિંદામણ કરવું.
મગફળી પીળી પડેલ હોય તો હીરાકસી ૧૫૦ ગ્રામ અને લીંબુના ફૂલ ૧૫ ગ્રામ ૧ પમ્પમાં નાખીને છંટકાવ કરવો. મગફળીમાં સફેદ ફૂગનો ઉપદ્રવ અટકાવવા ટ્રાયકોડર્માં ફૂગ ૨.૫ કી.ગ્રા./હે. મુજબ ગળતીયા દેશી ખાતર અથવા દિવેલાના ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. મિશ્ર કરીને જમીનમાં આપવું. મગફળીમાં પાનનાં ટપકાના રોગનો ઉપદ્રવનાં થાય તે માટે હેક્ઝાકોનાઝોલ અથવા ટેબ્યુંકોનાઝોલ ૧૬ મિલી દવા ૧ પમ્પમાં નાખીને વરાપે છંટકાવ કરવો તેવી ભલામણ તરઘડીયા સ્થિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ. દ્વારા કરાઇ છે.