શહેરમાં ઠેર-ઠેર જીંજરાનું ધૂમ વેંચાણ: રૂા.150થી 200ના કિલોના ભાવે જીંજરાની ખરીદી
શિયાળાની ઋતુ બરાબર જામી છે ત્યારે લીલા ચણા (જીંજરા)ની ધૂમ આવક શરૂ થવા લાગી છે. રાજકોટ યાર્ડમાં જીંજરાની મબલક આવક થઈ હતી ત્યારે સૌ કોઈના પ્રિય એવા જીંજરા ઠેર-ઠેર રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. લીલાછમ જીંજરા જોઈ સૌ કોઈ જીંજરાની ખરીદી કરવા મજબૂર થઈ જતાં હોય છે. હાલ જીંજરા અંદાજે રૂા. 150 થી 200ના કિલોના ભાવે મળી રહ્યા છે. જીંજરાના મણના ભાવ રૂા. 1700થી 1900 છે તેમજ યાર્ડમાં દરરોજ 5000 મણ જીંજરાની આવક થાય છે તેમજ રોજની અંદાજિત 40થી વધુ ગાડીઓ યાર્ડમાં આવતી હોય છે. રાત્રિના 2 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી જીંજરાની હરરાજી થતી હોય છે આમ શિયાળાની ઋતુમાં શહેરમાં જીંજરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને લોકો જીંજરાની મોજ માણી રહ્યા છે.