રાજ્યની સૌથી હાઇટેક જેલ બની રહેશે: 4000 કેદીઓનો થશે સમાવેશ
60 એકર જગ્યામાં 100 કરોડના ખર્ચે બે વર્ષમાં નિર્માણ કાર્ય થશે પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યમાં સુરતની લાજપોર બાદની સૌથી હાઇટેક જેલ રાજકોટ જિલ્લામાં નિર્માણ પામવા જઈ રહી છે. રાજકોટ શહેરથી 13 કિલોમીટર દૂર ન્યારામાં 60 એકર જગ્યામાં અંદાજે રૂ. 100 કરોડનાં ખર્ચે 2 વર્ષમા હાઇટેક જેલ તૈયાર થઈ જશે. જેનું ખાતમુહૂર્ત રાજ્ય જેલ વડા ડો. કે. એલ. એન. રાવના હસ્તે ખાતમુહૂર્ત કર્યુ હતુ. આધુનિક જેલમાં ઓપન એર થિયેટર, ઓડીટોરીયમ, વોકેશનલ તાલીમ વિભાગ, આંગણવાડી અને હોસ્પિટલ ઉપરાંત ખૂંખાર કેદીઓને રાખી શકાય તે પ્રકારના ઈલેક્ટ્રીક ગેજેટ્સ રાખવામાં આવશે. હાલની પોપટપરા સ્થિત રાજકોટ મધ્યસ્થ જેલમાં 1200 જેટલા કેદીઓ છે. નવી જેલમાં 4000 કેદીઓ રહી શકે તેવી વ્યવસ્થા હશે.રાજ્ય જેલ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, રાજકોટની મધ્યસ્થ જેલ હાલ નાની પડી રહી છે. કેદીઓની સંખ્યા સામે કેપેસિટી ખૂબ ઓછી છે ત્યારે અમારા વર્ષોથી પ્રયાસો હતા કે રાજકોટને એક નવી અત્યાધુનિક જેલ મળે જે બાદ રાજ્ય સરકારે જમીનની ફાળવણી કરી છે. ન્યારામાં 60 એકર જગ્યામાં આધુનિક જેલનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. જ્યાં 4000 કેદીઓ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં પુરુષો ઉપરાંત મહિલા કેદીઓની સાથે અન્ડર ટ્રાયલ તેમજ પાકા કામના કેદીઓ માટેની અલગ જેલ હશે. રાજકોટની આ નવી જેલમાં જેલ ઉદ્યોગ હશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પણ આધુનિક હશે. કોર્ટોમાં ન્યાયપાલિકા સાથે સંપર્કમાં રહી શકાય તે માટે વિડીયો કોન્ફરન્સ હોલ હશે. આગામી 2 વર્ષમાં નવી અત્યાધુનિક જેલ આકાર પામશે વધુમાં જણાવ્યું હતું કે, સુરતની લાજપોર જેલ અત્યાર સુધીની સૌથી પહેલી આધુનિક જેલ ગણવામાં આવે છે જેનું વર્ષ 2017 માં ઉદ્ઘાટન થયું હતું. જોકે હવે રાજકોટની નવી જેલ સુરત જેલ કરતા પણ વધુ આધુનિક હશે. નવી જેલમાં CCTV કેમેરા, બોડી વોર્ન કેમેરા, ફૂલ બોડી સ્કેનર, NLJD (નોન લીનીયર જંક્શન ડિટેક્ટર) અને DSMD( ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર) સહિતનાં આધુનિક ઉપકરણો રાખવામાં આવશે. આ સાથે જ હાઈ સિક્યુરિટી જેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
જેથી ખૂંખાર અને માથાભારે કેદીઓને પણ અહીં રાખી શકાશે. આ સાથે જ ઓપન જેલનો કોન્સેપ્ટ પણ રાખવામાં આવ્યો છે જેથી જે કેદીનું વર્તન સારું હોય તેઓને ઓપન જેલમાં રાખવામાં આવશે. આ ઉપરાંત ગૌ શાળા બનાવવાનું આયોજન છે. (IPS) સાથે ખજ્ઞઞ કરી ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં ડાયમંડ અને કાર્પેન્ટર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવામા આવશે.રાજકોટ કલેક્ટરના હુકમથી રાજકોટ ખાતે નવી મધ્યસ્થ જેલ બનાવવા માટે પડધરી તાલુકાના ન્યારા ગામના સર્વે નં-200 પૈકીની હે.24-74-48 ચો.મી. એટ્લે કે 60 એકર જમીન રાજકોટ મધ્યસ્થ જેલના જેલ અધિક્ષકને ફાળવવામાં આવેલ છે. ફાળવવામાં આવેલ જમીન ખાતે જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ(ઈંઙજ) તથા શિક્ષણવિદ્દ શ્રીમતિ ડો.ઈન્દુ રાવના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે ભુમિપુજન કરવામાં આવેલ હતુ. આ ભૂમિપુજન કાર્યક્રમમાં રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈન (IPS) તેમજ પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેર એમ. જી.પાનસુરીયા પણ ઉપસ્થિત રહેલ હતા. પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે ફાળવવામાં આવેલ જમીનમાં સૌરાષ્ટ્ર ઝોનની અતિ આધુનિક મધ્યસ્થ કક્ષાની જેલ બનાવવામાં આવનાર છે.ભુમિપુજન કાર્યક્રમ ઉપરાંત ડો.કે.એલ.એન.રાવે ઓ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલની વિઝીટ પણ કરવામાં આવેલ હતી જેમાં તેઓએ જેલના રસોઇ ઘર, જેલ દવાખાના તથા બંદીવાનોના યાર્ડનું નિરીક્ષણ કરેલ હતું અને બંદિવાનોની રજુઆતો સાંભળેલ હતી.
જેલમાં આટલી સુવિધાઓ હશે ઉપલબ્ધ
મધ્યસ્થ જેલમાં બંદીવાનો માટે રહેવા માટે પુરૂષ તથા મહિલા વિભાગ, હાઇસિક્યુરિટી વિભાગ, વોકેશનલ તાલીમ વિભાગ, વીડિયો કોન્ફરન્સ વિભાગ, આર્ટ ગેલેરી, જનસેવા કેન્દ્ર, લીગલ એડ ક્લીનિક, ઓડીટોરીયમ, શૈક્ષણિક તથા લાઇબ્રેરી વિભાગ, મુલાકાતીઓ માટેનો અધત્તન મુલાકાત રૂમ, વિડીયો મુલાકાત વિભાગ, સરકારી ટેલિફોન બુથની સુવિધા, ઉદ્યોગ વિભાગ, આંગણવાડી, જેલ હોસ્પિટલ વિભાગ, સોસ્યો સાયકો કેર, જેલ ઉત્પાદિત ચીજવસ્તુઓનુ વેચાણ કેન્દ્ર, બંદીવાનો માટે જેલમાં આઉટડોરની રમતો માટેનુ મેદાન, વગેરે નિર્માણ થનાર છે.