ઘઉંની સ્ટોક મર્યાદામાં વર્ષમાં ત્રીજી વખત ઘટાડો કરાયો
લોટના વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે બુધવારે મોટું પગલું ઉઠાવ્યું છે, જે અંતર્ગત ઘઉંની સંગ્રહખોરી રોકવા માટે તેની સ્ટોરેજ સીમા ફરી એકવાર ઘટાડી દીધી છે આ નિર્ણય માર્ચ 2025 સુધી લાગુ રહેશે.ખાદ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે નવી સીમા બધા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના હોલસેલ વિક્રેતાઓ નાના-મોટા છુટક વેપારીએ અને પ્રોસેસ કરનારાઓને લાગુ પડશે. સરકારે આ પગલું ખાદ્ય સુરક્ષા જાળવી રાખવા, ઘઉંનો પુરવઠો વધારવા અને સંઘરાખોરી રોકવા લીધું છે. આ પહેલા સરકારે 24 જૂનના સ્ટોરેજ સીમા નકકી કરી હતી. ત્યારબાદ 9 સપ્ટેમ્બરે પણ તેમાં ફેરફાર કર્યો હતો.
- Advertisement -
હવે નવી સીમા: નિયમ મુજબ હોલસેલ વિક્રેતા હવે 2000 ટનની જગ્યાએ 1000 ટન ઘઉં રાખી શકશે. આ રીતે રીટેલ વેપારી 10 ટનના બદલે 5 ટકા ઘઉં રાખી શકશે. જયારે મોટી ચેનના રિટેલ વેપારી 10 ટનની જગ્યાએ હવે 5 ટન જ ઘઉં રાખી શકશે.ખાદ્ય ઉત્પાદનોની પ્રક્રિયા કરનારા હવે પોતાની ક્ષમતાના 50 ટકા ઘઉં રાખી શકશે. જયારે અગાઉ આ સીમા 60 ટકા હતી.
બફર સ્ટોકમાં પણ 25 લાખ ટન ઘઉં બચશે: સરકાર 31 માર્ચ 2025 સુધી એફસીઆઈથી પોતાના બફર સ્ટોકમાં આટા મિલર્સ જેવા જથ્થાબંધ ખરીદ કરનારાઓને ખુલ્લા બજારમાં 25 લાખ ટન ઘઉં વેચશે. આ પગલાનો ઉદેશ કિમતોમાં વધારાની કોઈપણ સંભાવનાને રોકવાનો છે.
સરકારના આ નિર્ણયથી બજારમાં ઘઉંનો પુરવઠો વધશે એથી કિંમત પણ નિયંત્રણમાં રહેશે. હાલ રિટેલ બજારમાં ખુલ્લો લોટ 40થી45 રૂપિયે કિલોના ભાવે વેચાય છે.