જૈનાચાર્ય ચન્દ્રજિતસૂરિજી મહારાજની નિશ્રામાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રની ધન્યધરા ઉપર શંખેશ્વરથી ગિરનાર તીર્થનો છરી પાલિત જૈન સંઘ ખરેડા નગરની સરહદમાં આવતાં ભારે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની ભાગોળે બંધાયેલ શૌરીપુરી નગરીમાં ગિરનાર મંડન નેમિનાથ પ્રભુના જિનાલયમાં ’ગિરનાર હેમ સ્તવ’નું સંગીતમય અનુષ્ઠાન જિનય ચાવાલાના સુરીલા સંગીત દ્વારા થયું હતું. આ પાવન પ્રસંગે યાત્રિકો પ્રભુમય બનીને ઝૂમી ઉઠયા હતા. જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજીની પ્રેરણાથી નીકળેલા છરી પાલિત સંઘમાં આચાર્ય યન્દ્રજિતસૂરિજી મહારાજે પ્રવચન પ્રસાદી પાઠવતાં જણાવ્યું હતું કે, ચશ્મા પૈસાથી પણ આંખ પુણ્યથી મળે છે. પૈસા કરતાં પણ પુણ્યનું મૂલ્ય વધુ છે. આગામી જન્મ જો પૈસાથી મળતો હોત તો અંબાણી, અદાણી કે બિલગેટ જેવા શ્રીમંતો સૌથી પહેલું સ્વર્ગનું બુકીંગ કરાવી દેત. પુણ્ય પણ માત્ર ધર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્ય જોઇએ તો ધર્મ અનિવાર્ય છે. માનવનું જીવન ઈન્વેસ્ટમેન્ટ માટે છે. એકસપેન્સ માટે નહીં. કાવાદાવા, અનીતિ, વિશ્વાસઘાત વગેરે એક્સપેન્સ છે. જેનું રીટર્ન ન મળે તેને એકસપેન્સ કહેવાય. અધ્યાત્મ જગતમાં ઈન્વેસ્ટનું મહત્ત્વ છે. જીવનમાં ધન્યવાદને બદલે ફરિયાદ વધુ હોય તોજીવનફેઈલજશે.