‘બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ’નો વી.વી.પી.ને એવોર્ડ
વી.વી.પી.ના ડો. પિયુષભાઈ વણઝારાને ‘એજયુકેશન એચીવર’ અને ડો. પરેશભાઈ ધોળકીયાને ‘હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ’નો એવોર્ડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડીસેમ્બર-ર0ર4 ના મહિનાએ એન્જીનીયરીંગ શિક્ષણ ક્ષેત્રે ફરીથી રાજકોટ સ્થિત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજની સર્વોપરિતા અને શ્રેષ્ઠતા સિધ્ધ કરી છે. દિલ્હી ખાતે યોજાયેલ છઠ્ઠા નેશનલ એજયુકેશન એકસેલન્સ કોન્કલેવ તેમજ ઈન્ટીગ્રેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ એજયુકેશનના મેમ્બર સેક્રેટરીશ્રી રાજીવ કુમારના હસ્તે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજને “બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ ઈન વેસ્ટ ઈન્ડિયા ફોર ઈન્ડસ્ટ્રી ઈન્ટરફેસ-ર0ર4″નો પ્રત્તિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે જ વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાને “એજયુકેશન એચીવર ઓફ ધ યર-ર0ર4” તથા ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના વડા ડો. પરેશભાઈ ધોળકીયાને “હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ઓફ ધ યર-ર0ર4” નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
- Advertisement -
વી.વી.પી.ને આ એવોર્ડ શિક્ષણ સ્કીલ ડેવલપમેન્ટ અને સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠ અને અનન્ય પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વિશે સંસ્થાના પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે એક સાથે ત્રણ પ્રત્તિષ્ઠિત એવોર્ડ મેળવવા તે અમારા માટે વિશેષ ગૌરવની બાબત તો છે જ પરંતુ આ તબક્કે સૌથી વધુ ઉલ્લેખનીય એ છે કે સંસ્થાના સ્થાપના કાળથીજ ટ્રસ્ટીઓનું માર્ગદર્શન અને પ્રોત્સાહન અમને સતત મળતું રહ્યું છે. એટલે ખરેખર તો આ એવોર્ડસ તેમની જ મહેનતનું પરિણામ છે. વી.વી.પી. સંસ્થા શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ અને સંશોધન જેવા ક્ષોત્રોમાં નવા નવા આયામો સરકરતી રહેલી છે અને આવનારા વર્ષોમાં ચોક્કસ પણે આ યાત્રા ચાલુ રહેશે.