જેતપુર અને રાજસ્થાનની બેલડી પાસેથી પોણા છ કિલો ગાંજો કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીએ ગોંડલ ઉમવાડા ચોકડી પાસે વોચ ગોઠવી જેતપુર અને રાજસ્થાનના બે શખ્સોને 5.749 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઈ 61,490 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. રાજકોટ રૂરલ એસઓજી બ્રાન્ચના પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઇ ભાનુભાઇ મીયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એએસઆઇ જયવિરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ અને અરવિંદભાઈ દાફડાને બાતમી મળી હતી કે ગોંડલની ઉમવાડા ચોકડી પાસે આવેલા લોખંડનાં ઓવરબિજ પાસે જેટપુરનો સંજુ દિપકભાઈ વાઘેલા અને રાજસ્થાનનો મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારા ગાંજાનો જથ્થો લઈને ઊભા છે અને વેચવાની પેરવી કરી રહ્યા છે આ બાતમી આધારે દરોડો પાડી બંનેને 5.749 કિલોગ્રામ ગાંજા સાથે દબોચી લઈ ગાંજો, બે મોબાઈલ મળી કુલ 61,490/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને વિરુધ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ ગોંડલ સિટી પોલીસને સોંપી હતી આ કાર્યવાહીમાં રૂરલ એસઓજી ટીમના ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, અમીતભાઈ અશોકભાઈ કનેરીયા, સંજયકુમાર ભગવાનદાસ નિરંજની, શિવરાજભાઇ ભાણાભાઈ ખાચર, રઘુભાઈ દેવાભાઈ ઘેડ, વિજયગીરી રસીકગીરી ગોસ્વામી, ચિરાગભાઈ વાલાભાઈ કોઠિવાર તથા ડ્રા.એ.એસ.આઇ અમુભાઈ ગગુભાઈ વીરડા સહિતના જોડાયા હતા.