ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રેવન્યુ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શહેર અને જિલ્લામાં દબાણ હટાવ કામગીરી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને દબાણ હટાવની આ કામગીરીમાં કોઈના પણ દબાણમાં આવવાની જરૂર નથી તેવો આદેશ કરવામા આવ્યો હતો. આ સાથે જ અઝટઝ સેન્ટર સહિતનાં પર જે ઊ-ઊુંભની કામગીરીમાં જે તકલીફ પડી રહી છે તેને લઈને ઝડપથી કાર્યવાહી કરવા અને લોકોની મુશ્કેલી દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી આ ખાતે યોજાયેલી રેવન્યુ અધિકારીઓ (આર.ઓ.) બેઠકમાં જિલ્લાની રેવન્યુ કામગીરીની કલેક્ટર પ્રભવ જોશી દ્વારા સમિક્ષા કરવામાં આવી હતી. તેની સાથોસાથ દબાણ હટાવ સહિતની કામગીરી તટસ્થતાથી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં તેમજ મામલતદાર કક્ષાએ જિલ્લામાં થયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. કોઈના પણ દબાણમાં ન આવીને દબાણ હટાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટની ફાળવણી, દબાણ હટાવ કામગીરી, રેવન્યૂ વસૂલાતની કામગીરી, વાજબી ભાવની દુકાનોની તપાસણી, ઈકેવાયસીની કામગીરી, મંત્રી, સંસદ સભ્ય તેમજ ધારાસભ્યોની બાકી અરજીઓ, સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્ર્નો, મધ્યાહન ભોજનની કામગીરી, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સહિતના મુદ્દે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આલોક ગૌતમ સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.