ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર ગત સાંજના સમયે બે યુવાનો જેમાં ઋતુલકુમાર ધામેચા અને રામદેવસિહ ઝાલા ઊભા હતા તેવા સમયે અચાનક કારમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા ધારિયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો જે હુમલામાં રામદેવસિંહ ઝાલાને માથાના ભાગે જ્યારે ઋતુલભાઈ ધામેચા હાથમાં ઈજા પામી હતી આ તરફ બંને હુમલાખોરો હુમલો કરી નાશી ગયા હતા જ્યારે ઈજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. આ તરફ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવાનોની સારવાર બાદ હુમલાખોરો વિરૂદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી
ધ્રાંગધ્રાના હળવદ રોડ પર બે યુવાનો પર ધારિયા અને પાઇપ વડે હુમલો
