જાણીતી અભિનેત્રી જુહી ચાવલા મહેતા પણ રહ્યા ઉપસ્થિત
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
આર્યક્ધયા ગુરુકુળના 88મા સ્થાપના દિવસ નિમિત્તે પોરબંદરમાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે જાણીતી અભિનેત્રી અને સંસ્થાની ચેરમેન જુહી ચાવલા મહેતાની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આ અવસરે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી પણ પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડો. રંજના મજીઠીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડો. ચેતનાબેન તિવારીએ ૐકારના ધ્વજને ફરકાવ્યો અને બેન્ડ દ્વારા સલામી અપાઈ. આ પ્રસંગે આર્યક્ધયા ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ સંગીતના મધુર સૂરોથી કુલવંદના અને ઝંડાગીત પ્રસ્તુત કર્યું. ડો. ચેતનાબેન તિવારીએ પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં દીકરી વિશે એક અનોખી વ્યાખ્યા રજૂ કરી.
- Advertisement -
દીકરીની માર્મિક વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે ’દી’ એટલે દીલ અને ’ક’ એટલે કાળજું અને ’રી’ એટલે હૃદય તો મહિલાને ’મેં’ એટલે મહેનતુ, ’હી’ એટલે હિંમતવાન અને ’લા’ એટલે લાજવાબ કહી હતી તથા આ સંસ્થામાં પણ અભ્યાસ કરેલ હોવાથી અહીં ધ્વજવંદન કરતા ગૌરવ અનુભવું છું તેમ જણાવી દીકરીઓને આશીર્વચન પાઠવ્યા હતા. જૂહી ચાવલાએ ડો. ચેતનાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું, જ્યારે ડો. મજીઠીયાએ આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમના અંતમાં સંસ્થાના સ્થાપક પુજ્ય ફુલપિતાજી અને દીદીમાની યાદમાં ઉત્સાહભર્યા નારાઓ ગુંજ્યાં.આર્યક્ધયા ગુરુકુળે 88 વર્ષથી ક્ધયા શિક્ષણમાં ભગીરથ કાર્ય કર્યું છે અને આવા ઉદયમોથી તેમના પ્રયાસો વધુ મજબૂત બનશે.