‘બહુ ઉતાવળ છે’ કહીં મારકૂટ કરનાર શખ્સનું પોલીસે કાઢ્યું સરઘસ
એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે વધુ એક સરાજાહેર હુમલાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ખત્રીવાડમાં રિક્ષાચાલકે પરપ્રાંતીય શ્રમિકને બહુ ઉતાવળ છે કહી છરીનો ઘા ઝીકિ દેતા હોસ્પિટલે ખસેડાયો હતો બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લઈ ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
- Advertisement -
મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ ખત્રીવાડ ચોકમાં રાધે ક્રિષ્ના જ્વેલર્સમાં રહી ત્યાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં દીપાકર સુભાષચંદ્ર ઘોરાય ઉ.42એ જી જે 03 એ યુ 1278 નંબરની રિક્ષાના ચાલક સામે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે શેઠનું એક્ટીવા લઈને કામ સબબ નીકળ્યો હતો દરમિયાન સોની બજારમાં એક શેરીમાં રેતીના ઢગલામાં રિક્ષા ફસાઈ ગઈ હોય હું ઊભો રહી ગયો હતો બાદમાં રિક્ષા બહાર નીકળતા હું મારુ એક્ટીવા કાઢવા જતાં રિક્ષાચાલકે તારે બહુ ઉતાવળ છે કહી ગાળો ભાંડી છરીનો ઘા ઝીકિ દેતા હું દુકાન પાસે બેસી ગયો હતો શેઠ આવી જતાં હોસ્પિટલે ખસેડાયો હતો.
આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પીઆઇ આર જી બારોટ અને ટીમે આરોપી સાકીરખાન પઠાણને ગણતરીની કલાકોમાં જ દબોચી લઈ ઘટનાસ્થળે લઈ જઈ રી ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું અને જાહેરમાં માફી મંગાવી હતી.