મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વર્ગ 3ના મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની સ્પર્ધાત્મક પરીક્ષા 2024ના કાર્યક્રમને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વર્ગ-3ના મદદનીશ કેળવણી નિરીક્ષકની 10 વર્ષ કરતા વધારે સમયથી મોટા ભાગની જગ્યાઓ ખાલી હતી. જેને લઈને ભરતીના નિયમો અપડેટ કરીને બઢતીથી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 3:1 પ્રમાણે ભરતી કરવામાં આવશે. લાંબા ગાળા બાદ આ પરીક્ષા યોજાવા જાઈ રહી છે. આ રહ્યો મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ.
કાર્યક્રમની વિગત તારીખ/ સમયગાળો
જાહેરનામું બહાર પાડવાની તારીખ 4 ડિસેમ્બર 2024
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત
પ્રસિદ્ધ થવાની તારીખ 5 ડિસેમ્બર 2024
ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ
ઓનલાઈન ભરવાનો સમયગાળો 11 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2024
નેટ બેંકિંગ મારફતે ફી સ્વીકારવાનો
સમયગાળો 11 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર 2024
પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી/ ફેબ્રુઆરી