ખ્યાતિકાંડમાં મહત્ત્વના આરોપીની ધરપકડ
ડૉ. સંજય પટોળિયા ઝડપાયો કે સામેથી રજૂ થયો? કાર્તિક પટેલ-રાજશ્રી કોઠારી ભૂગર્ભમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડૉ. સંજય પટોળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ડૉ. સંજય પટોળીયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી. ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે મોટા ગુનાના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં પકડી પાડ્યા છે. જ્યારે ખ્યાતિકાંડના આરોપી ડૉ. સંજય પટોડીયા જે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હોવાનો દાવો કરી રહી છે. ડૉ. સંજય પટોળીયા સામે ગુનો નોંધાયાના 24 દિવસ બાદ ઝડપાયો છે. જેની સામે કઘઈ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી હતી અને હવે આરોપી શહેરમાંથી જ ઝડપાય છે. ડૉ. સંજય પટોળિયાના મંગળવારે આગોતરા જામીન રદ થયાના બીજા દિવસે જ તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
કોણ છે ડૉ.સંજય પટોળિયા?
- Advertisement -
ખ્યાતિકાંડમાં ઝડપાયેલા આરોપીઓ
ડૉ. પ્રશાંત વઝીરાણી
ચિરાગ સ/ઓ હીરાસિંહ બગીસિંહ રાજપૂત
મિલિન્દ સ/ઓ કનુભાઈ અમરતલાલ પટેલ
રાહુલ સ/ઓ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
પ્રતીક સ/ઓ યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ
પંકિલ સ/ઓ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
ડૉ. સંજય પટોળિયા
ડૉ.સંજય પટોળિયા વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો. ત્યારબાદ તેમણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2005માં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં 2014માં એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી, જેનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું, જે હાલ રાજ્યભરમાં ચર્ચામાં છે. ખ્યાતિકાંડમાં જે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તે પૈકીના એક તબીબ એવા ડૉ. સંજય પટોળિયાની અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતમાં આવેલી હોસ્પિટલ સાથે પણ જોડાયેલા છે. આ ત્રણેય હોસ્પિટલનાં નામ અલગ અલગ છે. અમદાવાદમાં હાલ જે હોસ્પિટલ ચર્ચામાં છે એ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરનાર ડૉ. સંજય પટોળિયા છે, જે પહેલાં એશિયન બેરિયાટ્રિક નામે હતી. ડૉ. નરવાડિયા સહિતના બે ભાગીદાર તબીબો કોઈ કારણોસર પાર્ટનરશિપમાં છૂટા પડતાં આ હોસ્પિટલમાં કાર્તિક પટેલની એન્ટ્રી થઈ હતી અને તેનું નામ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. ડૉ. સંજય પટોળિયાની આ ઉપરાંત રાજકોટમાં જે હોસ્પિટલ છે એનું નામ ન્યૂ લાઈફ હોસ્પિટલ અને સુરતમાં આવેલી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સાથે પણ તેઓ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.