ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, સુરત, મહેસાણા, અમદાવાદ સહિત 15 પેઢીના નામ ખુલ્યા
સૂત્રધાર મહેશ લાંગાનું વધુ એક કારસ્તાન : ચાર માસમાં જ રૂ.61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના ચકચારી GSTમાં બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો છે. જેમાં બોગસ બિલિંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પોલીસે બોગસ બિલિંગ કૌંભાડ મામલે 14 જેટલી પેઢીઓ પર એક સાથે દરોડા પાડી કામગીરી હાથ ધરી છે, જેમાં ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળ, કડી, મહેસાણા, ગાંધીનગર, શાપર, રાજકોટ શહેરમાં 4 સ્થળોનો સમાવેશ થાય છે. બોગસ પેઢી અને બોગસ બિલિંગના આધારે કરચોરી કરી સરકારને આર્થિક નુકશાન પહોંચાડનાર 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ ઉઈઙ ક્રાઇમ પ્રથરાજસિંહ ગોહિલએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, બોગસ પેઢી ઉભી કરી તેના આધારે બોગસ GST બિલો, ઈ-વે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે આ માહિતી આધારે આર્થિક નિવારણ શાખા દ્વારા તપાસ કરી ખોટા ભાડા કરાર બનાવી તેનો દુરુપયોગ કરી અને ખોટી કંપનીઓ બનાવી પરમાર એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા અલગ-અલગ 14 કંપનીને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરવા માટે આપેલા હતા. જયારે આ તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે, 3 કંપની ડી.એ. એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી.
પરમાર એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય 14 મળી કુલ 15 પેઢી સામે ફરિયાદ નોંધી કુલ 5 આરોપી અમન નાશીરભાઈ કારાણી, અમન રફીકભાઇ બિનહરીશ, સૈયદ ઉર્ફે કાળું સારી, વિશાલ પરમાર અને પાર્થ પરમારની ધરપકડ કરી આઇ.પી.સી.કલમ 465, 467, 468, 471, 474, 420, 120(બી) ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધીની તપાસમાં મુખ્ય જે ફરિયાદમાં છે, તે પરમાર એન્ટરપ્રાઇઝમાં 61 લાખથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ અલગ-અલગ કંપનીની તપાસ ચાલુ છે એટલે આ કૌભાંડમાં હજુ પણ આંક વધે એવી શક્યતા સેવાઈ રહી છે મહત્વનુ એ છે કે ડી. એ. એન્ટરપ્રાઇઝ મનોજ લાંગાના નામની છે અને તે મહેશ લાંગાના સંબંધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જૂન 2023થી તા. 30.09.2023 દરમિયાન કોઇ વ્યક્તિ દ્વારા પરમાર એન્ટરપ્રાઈઝના નામથી બનાવટી ભાડા કરાર બનાવી ભાડા કરાર ખોટો હોવાનુ જાણવા છતા તે ભાડા કરારને ખરા તરીકે સેન્ટ્રલ જી.એસ.ટી.ઓફીસ રાજકોટ સી.જી.એસ. ટી.ભવન રેષકોર્સ રીંગ રોડ રાજકોટ ખાતે ૠજઝ વિભાગમાં ઓનલાઇન રજૂ કરી પરમાર એન્ટરપ્રાઇઝના નામે ૠજઝ નંબર 24ઋણખઙઙ1720ઊ1ણઇં મેળવી બોગસ ઇનપુટ ટેક્સ મેળવવા માટે ગુન્હાહિત કાવતરૂ રચી બનાવટી બીલીંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજુઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને આર્થિક નુકશાન પહોચાડ્યું છે.
જે 14 પેઢીઓ સામે ગુનો નોંધાયો છે તેના નામ
યશ ડેવ લોપર પહેલો માળ દર્ષીત કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર 2 નંદી પાર્ક એસ.એન.કે. સ્કુલ પાછળ રાજકોટ
ઇકરા એન્ટરપ્રાઇ ઝ ગોકુલ ચોક પાસે મફતીયા પરા કોટડા સાંગાણી જી.રાજકોટ
સીવીલપ્લસ એન્જીનીયરીંગ દુકાન નંબર 7 કાકા કો મ્પલેક્ષની પાછળ રઘુવીર એપાર્ટમેન્ટ ઝાઝંરડા રોડ જુનાગઢ
ધનશ્રી મેટલ આર/એસ. 151 પ્લોટ નંબર-1 મુળ પડ વલા પડવલા રોડ તા.કોટડા સાંગાણી જિ રાજકોટ
ડી.એ.એન્ટરપ્રાઇઝ નંદ વિહાર રેસીડન્સી-6 કબીર એન્કેલ્વ પા સે વિભુસા રોડ ઘુમા અમદાવાદ
આર્યન એસોશીયેટ ગામતળ પ્લોટ નંબર 3 સનદ નં 7/1977 માધવ ટ્રાન્સપોર્ટની પાછળ આજોઠા વેરાવળ જી.ગીરસોમનાથ
જ્યોતી ઇન્ફ્રાસ્ટ્રકચર ગ્રાઉન્ડફ્લોર 114 લક્ષ્મી નગર સો.સા. ભાગ-1 સરથાણા થી કામરેજ સરથાણા સુરત
અર્હમ સ્ટીલ ત્રીજો માળ મેરીડીયન સ્ક્વેર 307 કાળુભાથી પરીમલ રોડ હોમ સ્કુલ પાસે વિધ્યાનગર ભાવનગર
રિદ્ધિ ઇન્ફાસ્ટકર્ચર 199 ઇલેક એસ્ટેટ જી.આઇ. ડી.સી સેકટર 25 ગાંધીનગર
આશાપુરા ટ્રેડીંગ બાલાજી એમ્સ ઇન્ડસ્ટ્રીઝ એરીયા સરદાર ગૌ-શાળા પાસે કોઠારીયા પ્લોટ નંબર 2 શેડ નંબર 33 કોઠારીયા રાજકોટ
શિવ મીલન પ્લાસ્ટીક તથા ગ્લોબટ્રા ઇમ્પેક્સ રતનપર સ્વાતિ પાર્ક સી.એન.જી પંપ પાસે સર્વે નં 180 પ્લોટ નં 06 મોરબી રોડ રતનપર તા.જી. રાજકોટ
મા દુર્ગા સ્ટીલ શુભ લાભ એસ્ટેટ શેડ નંબર 26 કડી-છત્રાલ રોડ મારૂતી સુજુકી અરેના સ્ટ્રે લાઇન કાર પ્રા.લી. જી.આઈ.ડી.સી કડી મહેસાણા
મારૂતી નંદન ક્ધટ્રકશન તી મકાન, ગોમતી નંદન સોસાયટી, શ્રીજીનગર પાસે જોષીપુરા જુનાગઢ
લખુભા નાનભા જાડેજા મોટી ખાવડી હાઈસ્કુલ વિસ્તાર તા.જી.જામનગર